Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
સિદ્ધિનો પંથ શું? નિર્મળ આત્માનું ધ્યાન કરવું તે; સમ્યગ્દર્શનની રીત પણ એ
જ છે; આત્માના ધ્યાનવડે જ સમ્યગ્દર્શન થાય છે ને સિદ્ધિપંથની શરૂઆત થાય છે.
અતીન્દ્રિય આનંદથી ભરેલો આત્મા, તેની સન્મુખ જોતાં તેના પરમ આનંદનું
વેદન થાય છે. એ સિવાય જગતના બીજા કોઈ પદાર્થમાં સુખનો અંશ પણ નથી. ભાઈ,
તારું સુખ તારા અસ્તિત્વમાં છે; બીજાના અસ્તિત્વમાં તારું સુખ નથી. જ્યાં પોતાનું
સુખ ભર્યું હોય ત્યાં જુએ તો સુખનો અનુભવ થાય. સર્વજ્ઞ સિદ્ધપરમાત્માને દેહાતીત
પૂર્ણ આનંદ પ્રગટ થયો છે, ને બધા આત્માઓ એવા જ પૂર્ણઆનંદથી ભરપૂર છે એમ તે
ભગવાને જોયું છે. આવા ભગવાનને નમસ્કાર કરવા તે મંગળ છે. તેમાં પોતાના
શુદ્ધઆત્માની પ્રતીત ભેગી સમાઈ જાય છે.
સિદ્ધ ભગવાન શુદ્ધઆત્મામાં ઉપયોગને જોડીને સિદ્ધપદ પામ્યા, તેને હું નમસ્કાર
કરું છું એનો અર્થ એ કે હું પણ એવા મારા શુદ્ધ આત્મામાં ઉપયોગને જોડું છું–આમ
પોતાને શુદ્ધાત્માના ધ્યાનની રુચિ ને તાલાવેલી લાગી છે. સંસારથી ભયભીત થઈને
મોક્ષને સાધવાની ભાવનાવાળો જીવ પોતાના ઉપયોગને શુદ્ધઆત્મસ્વરૂપમાં જોડે છે.
જુઓ, મંગલાચરણમાં કર્મના નાશનો ઉપાય પણ ભેગો બતાવ્યો, કે
શુધ્ધઆત્મામાં ઉપયોગને જોડવો તે જ કર્મના નાશનો ઉપાય છે. સિદ્ધ ભગવાન આ
રીતે કર્મકલંકને દગ્ધ કરીને સિદ્ધિ પામ્યા એમ પ્રતીત કરીને પોતે પણ તે માર્ગે જાય છે
એટલે શુદ્ધાત્મા તરફ ઉપયોગને જોડે છે.–આનું નામ યોગ છે, તે મંગળ છે, ને તે મોક્ષનું
કારણ છે.
જે સિદ્ધ થયા તે આત્મા પણ સિદ્ધ થવા પહેલાં બહિરાત્મા હતા; પછી પોતાના
પરમસ્વભાવને જાણીને, રાગની ને જ્ઞાનની ભિન્નતાના ભાન વડે અંતરાત્મા થયા, ને
શુદ્ધ પરમસ્વભાવનું ધ્યાન કરી કરીને પરમાત્મા થયા. એવા પરમાત્મા જેવો જ પરમ
સ્વભાવ મારામાં છે એમ લક્ષમાં લઈને હું તે સિદ્ધપરમાત્માને નમસ્કાર કરું છું.
સમયસારની શરૂઆતમાં પણ ‘वंदित्तुं सव्वसिद्धे’ એમ માંગલિક કરીને
સિદ્ધભગવંતોને નમસ્કાર કરતાં કહે છે કે અહો, આત્માના ઈષ્ટ–ધ્યેયરૂપ એવા સર્વ
સિદ્ધોને હું મારા તેમજ શ્રોતાઓનાં આત્મામાં બોલાવું છું, આદર કરું છું, શ્રદ્ધામાં–
જ્ઞાનમાં લઊં છું. અનંતા સિદ્ધોનો જે સમૂહ સિદ્ધનગરીમાં વસે છે, તેમને હું મારા
જ્ઞાનમાં સ્થાપું છું. ઊર્ધ્વલોકની સિદ્ધનગરીમાં બિરાજમાન સિદ્ધોને પ્રતિતના બળે મારા
આત્મામાં ઊતારું છું.–મારા શ્રદ્ધા–જ્ઞાનરૂપી આંગણાને ચોખ્ખાં કરીને હું
સિદ્ધભગવંતોનો સત્કાર કરું છું ને એ સિવાય બીજા પરભાવોનો આદર છોડી દઊં છું;
એટલે કે મારી પરિણતિને રાગથી