: ૮ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
મુનિ જેવું જ્ઞાનીનું જીવન છે
એના અંતરમાં ભગવાન વસે છે
મુનિઓના મનમાં કોણ વસે છે? મુનિઓના મનમાં, એટલે કે મુનિઓના જ્ઞાનમાં, આનંદથી
ભરેલો આખો આત્મા વસે છે.
મુનિઓના મનમાં ભગવાન વસે છે, રાગ એમના મનમાં વસતો નથી, દેહની ક્રિયા એમના
જ્ઞાનમાં વસતી નથી.
તારે મુનિજીવન જેવું જીવન પ્રાપ્ત કરવું હોય તો તારા જ્ઞાનમાં શુદ્ધઆત્માને વસાવ ને રાગાદિને
જ્ઞાનમાંથી બહાર કાઢી નાંખ.
મુનિઓના જ્ઞાનમાં વસેલો આ સુખસમુદ્ર ભગવાન આત્મા તે વિષયસુખોમાં રત જીવોને સર્વથા
દુર્લભ છે. જેના મનમાં વિષયો વસે તેના મનમાં પરમાત્માનો વાસ ક્્યાંથી હોય?
મુનિવરોની જેમ સાધક ધર્માત્માએ પણ અંતરમાં પોતાના શુદ્ધાત્માને વસાવ્યો છે, ને રાગાદિ
પરભાવો તેના જ્ઞાનથી ભિન્ન રહી ગયા છે. ઘરમાં રહેલા ધર્માત્માના મનમાં (રુચિમાં–જ્ઞાનમાં) ઘર નથી
વસ્યું પણ ચૈતન્ય ભગવાન વસ્યો છે.
ધર્મી સંતોને તો જાણે ભગવાનના તેડાં આવ્યા છે, ભગવાન એને તેડાવે છે... એના હૃદયમાં
ભગવાનને વસાવીને એ સિદ્ધપદ તરફ ચાલ્યા જાય છે.
આવું જીવન એ ધર્મીનું જીવન છે. બાકી જેના હૃદયમાં વિષયકષાયો વસે છે, જેના હૃદયમાં રાગની
ને પુણ્યની અભિલાષા વસે છે તેના હૃદયમાં ભગવાન શુદ્ધ આત્મા વસ્યો નથી, એટલે કે તે ભગવાનના
માર્ગમાં આવ્યો નથી. વિષયકષાયોરૂપી પરભાવમાં લિપ્ત એનું જીવન એ સાચું જીવન નથી.
જ્યાં હૃદયમાં શ્રદ્ધા–જ્ઞાનને ચોકખાં કરીને પરમ આત્મતત્ત્વને વસાવ્યું ત્યાં જીવન આખું પલટી
જાય છે; સુખનો સમુદ્ર અંદરથી ઊછળવા લાગે છે. આવું જીવન ધર્મી જીવે છે. તે જ ખરું જીવન છે.
તારું જીવન ખરું તારું જીવન!
જીવી જાણે છે જ્ઞાની સાચું જીવન:
(નિયમસાર–પ્રવચનમાંથી)
નકામું નાક
સ્પર્શનવડે જિનચરણોની સ્પર્શના થાય છે.
રસનાવડે જિનેન્દ્રગુણોની સ્તવના થાય છે.
નેત્રવડે જિનેન્દ્રદેવનાં દર્શન થાય છે.
શ્રોત્રવડે જિનેન્દ્રગુણોનું શ્રવણ થાય છે.
મનવડે અર્હન્તગુણોનું મનન થાય છે,
એક નાક નકામું છે.