: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
[આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક: ૨૦]
(૨૬૧) આત્માને ચિન્તવ હે આત્માર્થી! તારા આનંદમય આત્માને સાધવા માટે
બીજી બધી ચિન્તા છોડીને આત્માને ચિંતવ; જગતની ચિંતાઓમાં અટકીશ તો આત્માને
ક્્યાંથી સાધીશ? માટે બધેથી નિશ્ચિંત થઈને શાન્ત અને નિશ્ચલ પરિણામે આત્માને
ચિન્તવ. એના એકના જ ચિન્તનવડે અતીવ આનંદપૂર્વક તું તારા આત્માને સાધીશ.
(૨૬૨) આત્માર્થીની પ્રવૃત્તિ આત્માર્થી જીવ નિષ્પ્રયોજન પ્રવૃત્તિમાં પડે નહિ. ને
જેમાં પોતાના આત્માનું હિત પોષાય એવી સત્સંગ પ્રવૃત્તિમાં ઉત્સાહથી પ્રવર્તે.
(૨૬૩) હે જીવ! તારી શક્તિને વેડફી ન નાંખ જગતમાં કાંઈ અનુકૂળ–
પ્રતિકૂળ પ્રસંગ બનતાં હે જીવ! તું ચિન્તાના સાગરમાં ન પડ. પણ જેમાં જગતસંબંધી
પ્રસંગોનો પ્રવેશ નથી ને જે આનંદમય છે એવા તારા જ્ઞાન–સમુદ્રમાં તું મગ્ન રહે, તેની
ચિન્તામાં મસ્ત રહે. જગતના કોલાહલની વ્યર્થ ચિન્તામાં તારી શક્તિને વેડફ નહિ; સર્વ
શક્તિને નિજસ્વરૂપના ચિન્તનમાં જોડ.
(૨૬૪) ઉપયોગને અંદર જોડ! તારું જ્ઞાનનું ને આનંદનું ધામ ક્્યાં છે? તારું
સ્વ–સ્થાન જે અસંખ્યપ્રદેશી પરમઆત્મા, તે તારું ઈષ્ટ ધામ છે, તેમાં જ તારા જ્ઞાન ને
આનંદ ભરેલા છે. માટે બીજે બધેથી ઈન્દ્રિય–મન તરફની વૃત્તિઓને રોકીને, ઉપયોગને
અંદરમાં જોડ.–આ જ તારા ઈષ્ટનો ઉપદેશ છે. પાંચ ઈન્દ્રિયના બાહ્ય વિષયોમાં–
અશુભમાં કે શુભમાં ક્્યાંય તારું ઈષ્ટ નથી. માટે બહારની વૃત્તિનો ઉત્સાહ છોડીને
અંતરના ઈષ્ટસ્વભાવ તરફ ઉત્સાહ કર,–કે જ્યાંથી તને આનંદ મળે.
(૨૬પ) દૂર ન દેખ તારા પરમેશ્વરને તું દૂર ન દેખ,
તને જ તું પ્રભુ તરીકે સ્થાપ.
તારી પરમેશ્વરતા તારામાં જ છે,
રાગમાં–વિકલ્પમાં–બહારમાં પ્રભુતા નથી;
આવી પ્રતીતિનું જોર સ્વસંવેદન કરે છે.