કે રાગાદિ પરભાવોથી રહિત–એવા શુદ્ધસચેતન–પૂર્ણ આત્માને તું ધ્યાવજે.
બોધસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, રાગને કરે કે વેદે એવું તેનું સ્વરૂપ નથી. આવા શુદ્ધ
બુદ્ધઆત્મસ્વરૂપને અંતર્મુખ થઈને હે મોક્ષાર્થી! તું જાણ. અંતરમાં ઠરેલા સ્થિર તત્ત્વને
ઠરીને તું જાણ; વિકલ્પના ઉત્થાન વડે એ તત્ત્વ જણાય તેવું નથી. માટે બોધસ્વરૂપ
થઈને બુદ્ધતત્ત્વને તું જાણ. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનવડે જણાય, રાગવડે ન જણાય.
રાગ તે બુદ્ધતત્ત્વનો અંશ નહિ; બુદ્ધસ્વરૂપ આત્મામાં રાગના વિકલ્પને અવકાશ ક્્યાં
છે? જ્ઞાનીએ અંતરમાં આવા તત્ત્વને અનુભવ્યું. મેં આ તત્ત્વ જાણ્યું તે હું બીજાને કહું
એવી વૃત્તિના ઉત્થાનને શુદ્ધ–બુદ્ધતત્ત્વમાં સ્થાન નથી; નહિતર તો સિદ્ધનેય એવી વૃત્તિનું
ઉત્થાન જાગવું જોઈએ.
પરભાવોને તોડનાર એવો જિન આત્મા છે; તેને નિર્વિકલ્પધ્યાનમાં ધ્યેય કરવો,
સ્વસન્મુખજ્ઞાનમાં જ્ઞેય કરવો–તે શિવમાર્ગ છે, તે પરમ આનંદનો પંથ છે.
સચેતન, એકલો જ્ઞાનસ્વભાવી બુદ્ધ–શુદ્ધ છે, તેમાં અપૂર્ણતા કેવી? ને અશુદ્ધતા કેવી?
આવા આત્માને લક્ષગત કરીને હે જીવ! હંમેશાં તું એની પ્રીતિ કર, અંતર્મુખ થઈને એનું
મનન કર; વચ્ચે બીજા કોઈની પ્રીતિ એક ક્ષણ પણ ન આવવા દે.–આ જ મોક્ષનો હેતુ
છે, ને બીજી બધી વિકલ્પની વાતું છે. મોક્ષમાર્ગ અંતર્મુખધારામાં સમાય છે. વિકલ્પની
ધારા વચ્ચે હોય તેને અનુમોદન કરીશ મા! એ વિકલ્પને મોક્ષપંથમાં બાધક સમજજે,
તેને સાધક સમજીશ મા.
એમ કરવાથી તને મોક્ષના પરમસુખનો અનુભવ થશે. માટે આ જ મોક્ષાર્થીએ નિરંતર
કરવાયોગ્ય કર્તવ્ય છે; કેમ કે–