Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 58

background image
: ૧૪ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
ભગવન ઋષભદવ
તેમના છેલ્લા દશ અવતારની કથા
[મહાપુરાણના આધારે લે. બ્ર. હરિલાલ જૈન: લેખાંક ચોથો]
આ ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષો પહેલાં થયેલા આપણા આદિ
તીર્થંકર ભગવાન ઋષભદેવના દશભવોની આ કથા ચાલે છે. પૂર્વે
દશમા ભવે તે જીવ મહાબલરાજા હતો ત્યારે સ્વયંબુદ્ધમંત્રીના ઉપદેશથી
જૈનધર્મના સંસ્કાર પામ્યો; પછી લલિતાંગ દેવ થયો; ત્યાંથી
વજ્રજંઘરાજાના ભવમાં શ્રીમતી સહિત આહારદાન દીધું ને અન્ય ચાર
તિર્યંચજીવોએ તેની અનુમોદના કરી. આહારદાનના પ્રતાપે એ છએ
જીવો ભોગભૂમિમાં અવતર્યા છે. અહીં સુધી આપણી કથા પહોંચી છે.
હવે આ ભોગભૂમિમાં એ જ સ્વયંબુદ્ધમંત્રીનો જીવ મુનિપણે અહીં
આવીને ઋષભદેવ વગેરેના જીવોને પરમ કૃપાપૂર્વક સમ્યગ્દર્શન પમાડે
છે; લેખકને પુરાણોમાં સૌથી પ્રિય એવા આ પ્રસંગનું અહીં આલેખન
છે...જે સમ્યક્ત્વની આરાધનામાં ઉલ્લસિત કરે છે.
સાતમો પૂર્વભવ: ભોગભૂમિમાં સમ્યક્ત્વપ્રાપ્તિ
ભોગભૂમિમાં આર્ય–દંપતી તરીકે ઉપજેલા વજ્રજંઘ અને શ્રીમતી એકવાર
કલ્પવૃક્ષની શોભા નીહાળતા બેઠા હતા; એવામાં આકાશમાં પસાર થઈ રહેલા
સૂર્યપ્રભદેવનું વિમાન દેખીને તે બંનેને જાતિસ્મરણ થઈ ગયું. જાતિસ્મરણ વડે પૂર્વ ભવો
જાણીને તેઓ વૈરાગ્યપૂર્વક સંસારનું સ્વરૂપ વિચારતા હતા; ત્યાં તો વજ્રજંઘના જીવે
આકાશમાં દૂરથી આવી રહેલા બે ચારણમુનિઓને દેખ્યા. અને તે ચારણમુનિવરો પણ
તેના ઉપર અનુગ્રહ કરીને આકાશમાર્ગથી નીચે ઊતર્યા. તેમને સન્મુખ આવતા દેખીને
તુરત જ વજ્રજંઘનો જીવ ઊભો થઈને વિનયથી તેમનો સત્કાર કરવા લાગ્યો. સાચું જ
છે,–પૂર્વજન્મના સંસ્કાર જીવોને હિતકાર્યમાં પ્રેરિત કરે છે, બંને મુનિવરોની સમક્ષ
પોતાની સ્ત્રી સહિત ઊભેલો વજ્રજંઘનો જીવ એવો શોભતો હતો, કે સૂર્ય અને
પ્રતિસૂર્યની સમક્ષ જેવું કમલિનીસહિત પ્રભાત શોભે. વજ્રજંઘના જીવે ભક્તિપૂર્વક બંને
મુનિવરોના ચરણમાં અર્ઘ ચડાવીને તેમને નમસ્કાર કર્યા; તે વખતે તેના નયનોમાંથી
હર્ષના આંસુ નીકળીનીકળીને મુનિરાજના ચરણ ઉપર પડવા લાગ્યા, જાણે કે નયનોવડે
તે મુનિરાજના ચરણોનું પ્રક્ષાલન જ કરતો હોય! સ્ત્રી સહિત પ્રણામ કરતા
આર્યવજ્રજંઘને આશીર્વાદ દઈને તે બંને મુનિવરો. યોગ્યસ્થાન પર યથાક્રમે બેઠા.