આપના આગમનનું કારણ શું છે? તે કૃપા કરીને કહો. હે પ્રભો! આપને જોતાં જ મારા
હૃદયમાં સૌહાર્દભાવ ઉમટી રહ્યો છે અને મારું ચિત્ત અતિશય પ્રસન્ન થઈ રહ્યું છે, અને
મને એમ લાગે છે કે જાણે આપ મારા પૂર્વપરિચિત બંધુ હો! પ્રભો! આ બધાનું શું
કારણ છે તે અનુગ્રહ કરીને મને કહો.
મહાબલના ભવમાં પવિત્ર જૈનધર્મનો પ્રતિબોધ પામ્યો હતો. તે ભવમાં તારા મરણ
બાદ મેં જિનદીક્ષા ધારણ કરી હતી અને સન્યાસપૂર્વક શરીર છોડીને સૌધર્મસ્વર્ગનો
દેવ થયો હતો; ત્યારબાદ આ પૃથ્વીલોકમાં વિદેહક્ષેત્રની પુંડરીકિણી નગરીમાં
પ્રીતિકર નામનો રાજપુત્ર થયો છું અને આ (બીજા મુનિ) પ્રીતિદેવ મારા નાનાભાઈ
છે. અમે બંને ભાઈઓએ સ્વયંપ્રભજિનેન્દ્રની સમીપ દીક્ષા લઈને પવિત્ર
તપોબળથી અવધિજ્ઞાન તથા આકાશગામિની ચારણઋદ્ધિ પ્રાપ્ત કરી છે. હે આર્ય! અમે
બંનેએ અવધિજ્ઞાનરૂપી નેત્રથી જાણ્યું કે તમે અહીં ભોગભૂમિમાં ઉત્પન્ન થયા છો;
પૂર્વ ભવે આપ અમારા પરમમિત્ર હતા તેથી આપને પ્રતિબોધવા માટે અમે અહીં
આવ્યા છીએ.