Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 58

background image
: ૧૮ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
હે આર્ય! અરિહંતદેવના વચનઅનુસાર મેં આ સમ્યગ્દર્શનની દેશના કરી છે તે શ્રેયની
પ્રાપ્તિ માટે તારે અવશ્ય ગ્રહણ કરવાયોગ્ય છે. એ પ્રમાણે આર્ય–વજ્રજંઘને પ્રતિબોધ્યા
બાદ તે મુનિરાજ આર્યા–શ્રીમતીને સંબોધીને આ પ્રમાણે કહેવા લાગ્યા:
હે અંબા! હે માતા! તું પણ સંસારસમુદ્રથી પાર થવા માટે નૌકાસમાન એવા આ
સમ્યગ્દર્શનને અતિ શીઘ્રપણે ગ્રહણ કર. આ સ્ત્રીપર્યાયમાં વૃથા ખેદખીન્ન શા માટે થાય
છે? હે માતા! તું વિલંબ વગર સમ્યગ્દર્શનને ધારણ કર. સમ્યગ્દર્શન થયા પછી જીવને
સ્ત્રીપર્યાયમાં અવતાર થતો નથી, તેમજ નીચેની છ નરકોમાં, વૈમાનીકથી હલકા દેવોમાં,
કે બીજી કોઈ નીચ પર્યાયોમાં તે ઉત્પન્ન થતો નથી. અજ્ઞાનજન્ય આ નિંદ્ય સ્ત્રીપર્યાયને
ધિક્કાર છે કે જેમાં નિર્ગ્રંથમુનિધર્મનું પાલન થઈ શકતું નથી. હે માતા! હવે તું નિર્દોષ
સમ્યગ્દર્શનની આરાધના કર, અને તેની આરાધનાવડે આ સ્ત્રીપર્યાયનો છેદ કરીને
ક્રમેક્રમે મોક્ષ સુધીના પરમ સ્થાનોને પ્રાપ્ત કર. તમે બંને થોડાક ઉત્તમ ભાવોને ધારણ
કરીને ધ્યાનરૂપી અગ્નિદ્વારા સમસ્ત કર્મોને ભસ્મ કરીને પરમ સિદ્ધપદ પામશો.
–આ પ્રમાણે પ્રીતિંકરઆચાર્યના વચનોને પ્રમાણ કરીને આર્યવજ્રજંઘે
પોતાની સ્ત્રીની સાથેસાથે પ્રસન્નચિત્ત થઈને સમ્યગ્દર્શન ધારણ કર્યું. તે વજ્રજંઘનો
જીવ પોતાની પ્રિયાની સાથે સમ્યગ્દર્શન પામીને અતિશય સંતુષ્ઠ થયો; બરાબર છે,–
અપૂર્વ વસ્તુનો લાભ પ્રાણીઓને મહાન સંતોષ ઉપજાવે જ છે. જેમ કોઈ રાજકુમાર
સૂત્રમાં પરોવેલી મનોહરમાળા પ્રાપ્ત કરીને પોતાની રાજલક્ષ્મીના યુવરાજ પદ પર
સ્થિત થાય છે તેમ તે વજ્રજંઘનો જીવ પણ જૈન સિદ્ધાંતરૂપી સૂત્રમાં પરોવેલી મનોહર
સમ્યગ્દર્શનરૂપી માળા પામીને મોક્ષરૂપી રાજસમ્પદાના યુવરાજપદ પર સ્થાપિત થયો,
તેમજ વિશુદ્ધ પુરુષ પર્યાય પામીને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતી થકી સતી આર્યા
પણ સમ્યક્ત્વની પ્રાપ્તિથી અત્યંત સંતુષ્ઠ થઈ. પહેલાં કદી પણ જેની પ્રાપ્તિ થઈ ન હતી
એવા સમ્યગ્દર્શનરૂપી રસાયણને આસ્વાદીને (ચૈતન્યના અતીન્દ્રિય આનંદને
અનુભવીને) તે બંને દંપતી કર્મ નષ્ટ કરનાર એવા જૈનધર્મમાં અતિશય દ્રઢતા પામ્યા.
આ રીતે ઋષભદેવનો આત્મા પૂર્વે સાતમા ભવે ભોગભૂમિમાં સમ્યક્ત્વ
પામ્યો...ભવિષ્યમાં ભરતક્ષેત્રના આદિ તીર્થંકર થઈને જેઓ ધર્મતીર્થની આદિ
કરનાર છે એવા આદિનાથપ્રભુના આત્મામાં ધર્મની આદિ થઈ. તે ધર્મની શરૂઆત
કરનાર ધર્માત્માને અમારાં નમસ્કાર હો.
વજ્રજંઘ અને શ્રીમતીની સાથે સાથે, પૂર્વે કહેલા સિંહ, વાંદરો, નોળિયો અને ભુંડ
એ ચાર જીવો–કે જેઓ આહારદાનનું અનુમોદન કરીને તેમની સાથે જ ભોગભૂમિમાં