સમ્યગ્દર્શનરૂપી અમૃતને પામ્યા. આનંદસૂચક ચિહ્નો દ્વારા જેમણે પોતાના મનોરથની
સિદ્ધિ પ્રગટ કરી છે એવા તે બંને દંપતીને તે ‘બંને મુનિવરો’ ઘણીવાર સુધી
ધર્મપ્રેમથી વારંવાર દેખતા હતા,–કૃપાદ્રષ્ટિ કરતા હતા. અને તે વજ્રજંઘનો જીવ
પૂર્વભવના પ્રેમને લીધે આંખો ફાડી ફાડીને શ્રી પ્રીતિંકરમુનિરાજના ચરણકમળ તરફ
દેખી રહ્યો હતો તથા તેમના ક્ષણભરના સ્પર્શથી ઘણો જ પ્રસન્ન થઈ રહ્યો હતો.
યોગ્યદેશમાં જવા માટે તૈયાર થયા, ત્યારે વજ્રજંઘના જીવે તેમને પ્રણામ કર્યા અને પરમ
ભક્તિપૂર્વક કેટલેક દૂર સુધી તેમની પાછળ પાછળ ગમન કર્યું...જતાં જતાં બંને
મુનિવરોએ તેને આશીર્વાદ દઈને હિતોપદેશ દીધો...અને કહ્યું કે હે આર્ય! ફરીને દર્શન
હો...તું આ સમ્યગ્દર્શનરૂપી સત્યધર્મને કદી ભૂલીશ નહીં.–આટલું કહીને તે બંને
ગગનગામી મુનિવરો તરત જ આકાશમાર્ગે અંતર્હિત થઈ ગયા.
વારંવાર મુનિવરોના ગુણોના ચિંતનવડે પોતાના મનને આર્દ્ર કરીને તે વજ્રજંઘ ઘણા
વખત સુધી ધર્મસંબંધી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો: અહા! કેવું આશ્ચર્ય છે કે સાધુ
પુરુષોનો સમાગમ હૃદયના સંતાપને દૂર કરે છે, પરમ આનંદને વધારે છે અને મનની
વૃત્તિને સંતુષ્ઠ કરે છે. વળી તે સાધુઓનો સમાગમ પ્રાય દૂરથી જ પાપને નષ્ટ કરે છે,
ઉત્કૃષ્ટ યોગ્યતાને પુષ્ટ કરે છે અને કલ્યાણને ખૂબજ વધારે છે. તે સાધુ પુરુષોએ
મોક્ષમાર્ગના સાધનમાં જ સદા પોતાની બુદ્ધિ જોડી છે, લોકોને પ્રસન્ન કરવાનું કંઈ
પ્રયોજન તેમને રહ્યું નથી. મહાપુરુષોનો આ સ્વભાવ જ છે કે માત્ર અનુગ્રહબુદ્ધિથી
ભવ્યજીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે, (વજ્રજંઘનો જીવ વિચારી રહ્યો છે:) અહા!
મારા ધનભાગ્ય કે મુનિભગવંતો મારા ઉપર અનુગ્રહ કરીને અહીં પધાર્યા ને મને
સમ્યક્ત્વ આપ્યું. ક્્યાં એ અત્યંત નિસ્પૃહ સાધુઓ! ને ક્્યાં અમે? ક્્યાં તો એમનું
વિદેહધામ! ને ક્્યાં અમારી ભોગભૂમિ! એ નિસ્પૃહ મુનિવરોનું ભોગભૂમિમાં આવવું
અને અહીંના મનુષ્યોને ઉપદેશ દેવો એ કાર્ય સહજ નથી તોપણ તે મુનિવરોએ અહીં
પધારીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો.