કરવામાં સદા પ્રીતિ રાખે છે. તપથી જેમનું શરીર કૃશ થઈ ગયું છે એવા એ બંને
તેજસ્વી મુનિભગવંતો અત્યારે પણ મારી નજર સામે જ તરવરે છે, જાણે કે હજી
પણ તેઓ મારી સામે જ ઊભા છે...હું તેમના ચરણકમળમાં પ્રણામ કરું છું ને તે
બંને મુનિવરો તેમનો કોમળ હાથ મારા મસ્તક ઉપર મુકીને મને સ્નેહભીનો કરી
રહ્યા છે! અહા! એ મુનિવરોએ મને–ધર્મના પ્યાસા માનવીને–સમ્યગ્દર્શનરૂપી
અમૃત પીવડાવ્યું છે. તેથી મારું મન સંતાપરહિત અત્યંત પ્રસન્ન થઈ રહ્યું છે...
અહીં આવીને અને માર્ગનો ઉપદેશ દઈને તેમણે અમારા ઉપર અપાર પ્રીતિ દર્શાવી છે.
તેઓ, મહાબલના ભવમાં પણ મારા સ્વયંબુદ્ધ નામના ગુરુ હતા, અને આજે આ
ભવમાં પણ મને સમ્યગ્દર્શન આપીને તેઓ મારા વિશેષ ગુરુ થયા છે. જો્ર સંસારમાં
આવા ગુરુઓની સંગતિ ન હોય તો ગુણોની પ્રાપ્તિ પણ ન થઈ શકે, અને
સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ વગર જીવના જન્મની સફળતા પણ ન થાય. ધન્ય છે
જગતમાં આવા ગુરુઓને કે જેમની સંગતિથી ભવ્યજીવોને સમ્યગ્દર્શનાદિ ગુણોની
પ્રાપ્તિ થાય છે. જેમ જહાજ વગર સમુદ્ર તરી નથી શકાતો તેમ ગુરુના ઉપદેશ વગર