પ્રવચનોનો સાર.
પોતાની ચેતના તેમાં ક્્યાંય નથી. પણ અજ્ઞાનીને આવા ભિન્ન આત્માનું ભાન નથી, તે
તો ભ્રાન્તિથી દેહાદિને જ આત્મા માને છે. યથાર્થ આત્મસ્વરૂપને નહિ જાણનારો તે
બહિરાત્મા આત્માને કેવો માને છે તે હવે કહે છે–
स्थिति भ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ।।६९।।
ક્ષણેક્ષણે અનંત પરમાણુઓ જાય છે ને આવે છે; સ્થૂળપણે કેટલોક કાળ સુધી શરીર
એવું ને એવું દેખાય ત્યાં અજ્ઞાની તેને સ્થિર માની રહ્યો છે; અને દેહ સાથે એકક્ષેત્રે
રહેતાં તે દેહરૂપે જ પોતાને અનુભવી રહ્યો છે. દેહ સાથે એકક્ષેત્રે રહેવું તે કાંઈ દેહ સાથે
એકત્વબુદ્ધિનું કારણ નથી; જ્ઞાનીને અને કેવળીને પણ દેહ સાથે એકક્ષેત્રાવગાહપણું છે.
પરંતુ તેઓ તો ભેદજ્ઞાનવડે પોતાના આત્માને દેહથી અત્યંત ભિન્ન અનુભવે છે.
અજ્ઞાનીને પોતાની ભિન્નતાનું ભાન નથી તેથી ભ્રાંતિથી તે દેહને જ આત્મા તરીકે માને
છે; દેહની ક્રિયાઓને પોતાની જ ક્રિયા માને છે; તેને સમજાવે છે કે ભાઈ! તું તો
ચૈતન્યબિંબ, અરૂપી વસ્તુ; દેહ તો રૂપી અને જડ; તેની સાથે એક જગ્યાએ રહ્યો તેથી
કાંઈ તું તે જડરૂપે થઈ ગયો નથી, તારું સ્વરૂપ તો એનાથી જુદું જ છે. અનંતા દેહ
બદલ્યા છતાં તું તો એકને એક જ રહ્યો છે. પૂર્વભવના જ્ઞાનવાળા કોઈ જીવો જોવામાં
આવે છે, તે દેહથી આત્માની ભિન્નતાને પ્રસિદ્ધ કરે છે. પૂર્વના દેહ વગેરે એકદમ પલટી ગયા,