: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૩ :
તે દેહ અત્યારે નથી, છતાં તે દેહમાં રહેનારો હું અત્યારે આ રહ્યો; આમ દેહથી ભિન્ન
અસ્તિત્વનું ભાન થઈ શકે છે; જો દેહ તે જ આત્મા હોય તો પૂર્વના દેહનો નાશ થતાં ભેગો
આત્માનોય નાશ થઈ ગયો હોત! પણ આત્મા તો આ રહ્યો–એમ દેહથી ભિન્નપણું પ્રત્યક્ષ
અનુભવગોચર થાય છે.
અરે, ક્્યાં ચૈતન્યસ્વરૂપ આનંદથી ભરેલો આત્મા, ને ક્્યાં આ જડ–પુદ્ગલનું
ઢીંગલું? એમાં એકત્વબુદ્ધિ ભાઈ, તને નથી શોભતી. જેમ મડદા સાથે જીવતાંની સગાઈ ન
હોય તેમ મૃતક એવા આ શરીર સાથે જીવંત ચૈતન્યમૂર્તિ જીવની સગાઈ ન હોય, એકતા ન
હોય; બંનેને અત્યંત ભિન્નતા છે. આ દેહ તો સ્થૂળ, ઈન્દ્રિયગમ્ય, નાશવાન વસ્તુ છે; તું તો
અતિ સૂક્ષ્મ, અતીન્દ્રિય સ્વરૂપ, ઈન્દ્રિયોથી અગમ્ય અવિનાશી છો. તું આનંદનું ને જ્ઞાનનું
ધામ છો. આવી તારી અંતરંગ વસ્તુમાં નજર તો કર.
લાકડું અને આ શરીર, એ બંને એક જ જાતિના છે, જેમ લાકડું તું નથી, તેમ શરીર
પણ તું નથી. લાકડું ને આત્મા જેમ જુદા છે તેમ દેહ ને આત્મા પણ અત્યંત જુદા છે. આવી
ભિન્નતાના ભાન વગર જીવને સમાધિ, સમાધાન કે શાન્તિ થાય નહિ. સમાધિનું મૂળ
ભેદજ્ઞાન છે. સ્વ પરનું ભેદજ્ઞાન કરીને સ્વમાં સ્થિર થતાં સમાધિ થાય છે, તે સમાધિમાં
આનંદ છે, શાંતિ છે, વીતરાગતા છે, માટે હે જીવ! તું દેહથી ભિન્ન આત્માને જાણીને તેને
જ ભાવ. [૬૯]
દેહથી ભિન્ન આત્માને તું તારા ચિત્તમાં સદા ધારણ કર; દેહના વિશેષણોને આત્મામાં
ન જોડ–એમ હવે કહે છે–
गौरः स्थूलं कृशो वाऽहम् इत्यंगेनाविशेषयन ।
आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।।७०।।
ભાઈ, આત્મા તો કેવળજ્ઞાનશરીરી છે; કેવળ જ્ઞાન જ એનું શરીર છે; આ જડ શરીર
તે કાંઈ આત્માનું નથી. માટે હું ગોરો હું કાળો, કે હું જાડો હું પાતળો, અથવા હું મનુષ્ય, હું દેવ
એમ શરીરનાં વિશેષણોને આત્માનાં ન માન. ધોળો–કાળો રંગ, કે જાડું–પાતળું એ વિશેષણ
તો જડ–શરીરનાં છે; તે વિશેષણ વડે જડ લક્ષિત થાય છે, તે વિશેષણવડે કાંઈ આત્મા લક્ષિત
થતો નથી; માટે ધર્મી જીવ તે વિશેષણોથી પોતાના આત્માને વિશેષિત નથી કરતો, તેનાથી
જુદો જ, સદાય કેવળજ્ઞાન જેનું શરીર છે એવા પોતાના આત્માને સદાય ધારણ કરે છે,
ચિન્તવે છે,
અહા, અસંખ્યપ્રદેશી અવયવવાળું કેવળજ્ઞાન જ જેનો દેહ છે, માત્ર જ્ઞાન જ જેનું
સ્વરૂપ છે–એવા આત્મામાં કાળો–ધોળો રંગ કેવો? કે જાડું–પાતળું શરીર કેવું? એને એકક્ષણ
પણ તું તારામાં ન ચિંતવ; જ્ઞાનાનંદે ભરપૂર ભગવાન તું છો, એવા સ્વરૂપે તું તને સદા ધાર,
એટલે કે શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં લે.
જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું;
જ્યાં જ્યાં આનંદ ત્યાં ત્યાં હું;
પણ જ્યાં શરીર ત્યાં હું–એમ નહિ,