: ૨૪ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
કેવળજ્ઞપ્તિ સ્વરૂપ હું છું એવા અનુભવમાં વિકાર પણ ક્્યાં આવ્યો? કેવળ જ્ઞપ્તિ
એટલે એકલું વીતરાગી જ્ઞાન–એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જ્યાં વિકારનોય અવકાશ નથી
ત્યાં શરીર કેવું? આવા અશરીરી આત્માનું ચિન્તન અતીન્દ્રિય જ્ઞાનવડે થાય છે.
જ્ઞાનના ઉપયોગને અંતરમાં વાળીને ધર્મી પોતાને આવો (કેવળજ્ઞાનસ્વરૂપ) અનુભવે
છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ” અને “સિદ્ધસમાન સદા પદ મેરો” એવી પ્રતીતમાં દેહ
સાથે એકત્વબુદ્ધિ રહી શકે નહીં, એટલે દેહસંબંધી વિષયોમાં સુખબુદ્ધિ પણ રહે જ નહિ.
આવા ભેદજ્ઞાનવડે આત્માને ઓળખવો તે મોક્ષનું કારણ છે એ વાત હવેની
ગાથામાં કહેશે. [૭૦]
જ્ઞાન અને રાગની ભિન્નતાવડે સાધકતા
જ્ઞાનને અને રાગને એકમેક માને તેને
રાગ હેય ને જ્ઞાન ઉપાદેય એવું સાધકપણું રહેતું નથી.
જ્ઞાનને અને રાગને સાધ્ય–સાધનપણું માને કે કાર્યકારણપણું માને,
તો તેને, રાગ હેય ને જ્ઞાન ઉપાદેય–એમ રહેતું નથી.
પર્યાયમાં રાગાંશ ને જ્ઞાનાંશ એ બંનેને ભિન્ન જાણીને,
જ્ઞાનપર્યાયને દ્રવ્ય સ્વભાવમાં લીન–એકમેક કરીને
અનુભવતા આનંદમય આખો આત્મા અનુભવાય છે.
તે અનુભૂતિમાં જ્ઞાન ઉપાદેય થયું ને રાગ હેય થયો,
એટલે સાધકપણું થયું.