: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨પ :
વીરનાથે િદવ્યધ્વિનમાં કહેલું િવરલ તત્ત્વ
એની વિરલતા જાણીને તેને તું સાધી લે
આજે વિપુલાચલ ઉપર ભગવાન મહાવીરપરમાત્માની દિવ્યધ્વનિના ધોધ વહેવા
શરૂ થયા. કેવળજ્ઞાન તો ૬૬ દિવસ પહેલાં થયું હતું, પણ ગૌતમગણધર આજે
સમવસરણમાં આવ્યા ને આજે પ્રભુની વાણી છૂટી. તે ઝીલીને ગૌતમસ્વામીએ
ભાવશ્રુતપણે પરિણમીને શ્રુતની રચના અંતર્મુહૂર્તમાં કરી. આ રીતે દિવ્યધ્વનિનો,
ગણધરપદનો, શ્રુતરચનાનો ને વીરશાસનના પ્રવર્તનનો દિવસ આજે છે. યુગને હિસાબે
બતાવ્યું, તે શુદ્ધાત્મતત્ત્વને જાણનારા વિરલા જીવો જ હોય છે; ને જ્ઞાની પાસેથી
વિનયપૂર્વક તેનું શ્રવણ કરનારા પણ વિરલ છે. આવું તત્ત્વ કહેનારા તો દુર્લભ છે, ને
તેની પ્રીતિથી સ્વભાવની વાત સાંભળનારા જીવો પણ વિરલ છે, થોડા છે. અંતરના શુદ્ધ
પરમાત્મતત્ત્વના આશ્રયે જ મોક્ષમાર્ગ છે ને બહારના કોઈ ભાવથી મોક્ષમાર્ગ નથી–
આવા સ્વાશ્રયની વાત સાંભળીને તેની રુચિ કરનારા જીવો બહુ દુર્લભ છે. પુણ્યની–
રાગની–સંયોગની મીઠાસવાળા જીવો ઘણા છે, જગતમાં તેની વાત કહેનારા પણ ઘણા
છે ને તે સાંભળનારાય ઘણા છે, એની કાંઈ વિરલતા નથી. વિરલતા તો
શુદ્ધચૈતન્યતત્ત્વની છે; તેને જાણનારા થોડા, કહેનારા થોડા, સાંભળનારા થોડા; ને તેને
ધ્યાવનારા તથા ધારનારા પણ થોડા છે. માટે આ શુદ્ધતત્ત્વ જ જગતમાં મહા દુર્લભ છે.
એનો અનુભવ કરીને ધારણામાં ટકાવી રાખવું તે વિરલ છે. ‘અહો, આનંદસ્વરૂપ આ
આત્માનું ધ્યાન કરો’–એમ દિવ્યધ્વનિમાં ભગવાને કહ્યું.
રાગની ને તેના ફળના ભોગવટાની વાત જીવોને સુલભ છે, અનુભવમાં પણ
તેને આવે છે, પણ રાગથી પાર એકત્વ–વિભક્ત આત્માનું શ્રવણ–પરિચય ને અનુભવ
દુર્લભ છે. અનંતાનંત જીવો તો સંસારમાં એકેન્દ્રિયાદિ અસંજ્ઞીપણે જ રહ્યા છે, તેને તો
વિચારવાની શક્તિ પણ નથી; તિર્યંચ કે નરકમાં પણ તેનું શ્રવણ મળવાનું દુર્લભ છે.
સ્વર્ગમાં દેવો ભોગોપભોગમાં રત છે, તેમાં તત્ત્વનું શ્રવણ કરનારા વિરલા છે. ને
મનુષ્યમાં પણ શુદ્ધ અધ્યાત્મતત્ત્વનું શ્રવણ કરનારા વિરલા છે. વ્યવહારની વાત
કરનારા ઘણા છે પણ અધ્યાત્મતત્ત્વની ચર્ચા કરનારા, સાંભળનારા ને તેની પ્રીતિ કરીને
અનુભવ કરનારા જીવો બહુ