તારા કરતાં મારું જોર વધારે છે; તારા જેવા અનંતા જીવોને બાંધી–બાંધીને મેં સંસારની
જેલમાં પૂરી રાખ્યા છે.–તું વ્યર્થ તારી શક્તિની બડાઈ કરે છે!! –પણ હું તને છોડવાનો નથી.
શક્તિને રોકી શકે–એ વાત જ કેવી? તું તો ખાલી અમારા વિભાવનો પડછાયો જ છો.
જેમ પડછાયો તો મૂળ વસ્તુને આધીન છે, પણ કાંઈ મૂળ વસ્તુ પડછાયાને આધીન
નથી, તેમ જ પડછાયો કોઈને કાંઈ કરી શકતો નથી, તેમ હે કર્મ! તું પડછાયાની જેમ
જીવના વિકારને આધીન છો; જીવ જ્યાં નિજસ્વરૂપમાં સમાશે ત્યાં છાયાનો નાશ થઈ
જશે. સંસારમાં મૂર્ખ જીવો નિજશક્તિને ભૂલી પરભવમાં રાચી રહ્યા છે ને પોતાના
અપરાધને લીધે સંસારરૂપી જેલમાં પડયા છે,–એ તો એમનો પોતાનો જ અપરાધ છે. જે
જીવો આરાધક થઈને સંસારરૂપી જેલમાંથી છૂટવા માંગે છે તેને રોકી શકવાની તારી
તાકાત નથી. વળી હે કર્મ! જો અમારા ઉપર તારી સત્તા ચાલતી હોય તો અમારા જાતી
ભાઈ એવા સિદ્ધ ભગવંતોને તું ફરીને સંસારરૂપી જેલમાં પૂર! તો જીવ ઉપર તારી
તાકાત છે એમ માનીએ. બાકી તો જેઓ સ્વયં સંસારજેલમાં પૂરાયા છે, તેને તું એમ કહે
કે ‘મેં પૂર્યા’ એ તો ગાડા નીચેં ચાલતા મૂર્ખ કૂતરા જેવું તારું કથન છે. સિદ્ધભગવંતોએ
તો તારો (આઠે કર્મોનો) ઘાત કરી નાંખ્યો, છતાં એને તું કેમ નથી બાંધી શકતો?
ઊંઘતા આત્મવીર પાસે તું તારી બડાઈ હાંકે છે પણ જ્યાં આત્મવીર જાગ્યો ત્યાં તો તું
ઊભી પૂંછડીએ દૂર ભાગે છે. આ આત્મવીર સિદ્ધપદ લેવા માટે હજી તો જ્યાં
સમ્યક્ત્વનો ટંકાર કરે છે ત્યાં જ તમે ૧૪૮ માંથી ૪૧ તો એવા ભાવો છે કે ક્્યાંય
દેખાતા નથી, ને બાકીનાં પણ બધાય ઢીલાઢફ થઈ જાવ છો. માટે હે જડરાજ!