: ૪ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
મોક્ષમાર્ગના દરવાજા ખોલવાની રીત
આત્મદર્શન એ જ એક મોક્ષનું કારણ છે
(એનાથી ભિન્ન બીજું કોઈ મોક્ષનું કારણ નથી)
ધર્મીને શુદ્ધાત્મા નજીક છે, તેમાંથી મોક્ષમાર્ગ આવે છે, ને
રાગાદિ તો સ્વભાવથી દૂર છે, તેમાંથી કાંઈ મોક્ષમાર્ગ નથી આવતો.
પોતાના શુદ્ધ આત્માની પરમ કિંમત ભાસે તો તેમાં ઉપાદેયબુદ્ધિ થાય,
તેની સન્મુખ પરિણતિ થાય ને મોક્ષમાર્ગ ખૂલે. પણ તે માટે પહેલાં
જ્ઞાનીના સત્સમાગમે તેની તીવ્ર જિજ્ઞાસા જાગવી જોઈએ. એને
રાગનો રસ ઊડી જાય ને શુદ્ધાત્માનો રસ ઘણો વધી જાય. પછી
અંતર્મુખ પરિણામમાં શુદ્ધાત્માને સાક્ષાત્ ઉપાદેય કરતાં પરમ
આનંદસહિત મોક્ષમાર્ગ ખૂલી જાય છે.–આ મોક્ષમાર્ગના દરવાજા
ખોલવાની રીત સન્તોએ મને બતાવી.
[યોગસાર ગાથા ૧૬–૧૮ ઉપરનાં સુંદર પ્રવચનમાંથી]
अप्पा–दंसणु एक्कु परु अण्णु ण किं पि वियाणि ।
मोक्खहं कारण जोइया णिच्छा एहउ जाणि ।।१६।।
જુઓ, અહીં મોક્ષનું કારણ બતાવે છે. મોક્ષનું નિશ્ચય કારણ એક આત્મદર્શન જ
છે, બીજું કાંઈ મોક્ષનું કારણ નથી એમ હે જીવ! તું જાણ.
આત્મદર્શન એક શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ માન;
હે યોગી! શિવહેતુ એ નિશ્ચયથી તું જાણ. (૧૬)
મોક્ષના દરવાજા કેમ ખૂલે? કે પોતાનો મહા કિંમતી જે આત્મસ્વભાવ, તેનું