: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
મને મારું સિદ્ધ પદ વહાલું
સિદ્ધ ભગવાનના પરમ સુખની વાત સાંભળતાં જિજ્ઞાસુને સિદ્ધપદની ભાવના
જાગી...તે સિદ્ધ ભગવાન સામે જોઈને બોલાવે છે કે હે સિદ્ધ ભગવંતો! અહીં પધારો!
પણ સિદ્ધ ભગવંતો તો ઉપર, તે કાંઈ ઉપરથી નીચે આવે? ન આવે; ને સિદ્ધ
ભગવાનને અહીં ઉતાર્યા વગર જિજ્ઞાસુને સમાધાન થાય નહિ.
અંતે, કોઈ અનુભવી ધર્માત્મા એને મળ્યા, ને એને કહ્યું કે તું તારામાં જો–તો
તને સિદ્ધપદ દેખાશે. તારા જ્ઞાનદર્પણને સ્વચ્છ કરીને તેમાં જો.....તો તને સિદ્ધ ભગવાન
તારામાં જ દેખાશે. જ્યાં અંતર્મુખ થઈને સમ્યગ્જ્ઞાનરૂપ દર્પણમાં જોયું ત્યાં તો પોતામાં
સિદ્ધ દેખાણા; પોતાનું સ્વરૂપ જ સિદ્ધપણે દેખાયું..... પોતાના આત્માને જ સિદ્ધસ્વરૂપે
દેખતાં ધર્મી જીવને પરમ પ્રસન્નતા થઈ, પરમ આનંદ થયો.......
આનો સાર એ છે કે હે જીવ! તારું સિદ્ધપદ તારી પાસે જ છે, બહારમાં નથી.
માટે તારું પદ તારામાં જ શોધ. અંતર્મુખ થા.
(કથા પૂરી....બોલો, ભગવાન રામચંદ્રકી.......જે)
આ ત મ રા મ કી જે.........
*