: ૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
“મા, મને ચાંદલિયો વહાલો....”
(આ વખતે ગુરુદેવના પ્રવચનમાંથી રામચંદ્રની એક અસલ મજાની કથાં રજુ થાય છે–)
નાનપણમાં ભણતાં ત્યારે બાળપોથીમાં એક કવિતા આવતી કે
‘મા! મને ચાંદલિયો વહાલો, ‘મા! મારા ગજવામાં આલો.’
એમાં રામચંદ્રના બાલ્યજીવનનો એક પ્રસંગ છે.
રામચંદ્રજી નાના હતા ત્યારે એકવાર રાજમહેલની અગાશીમાં બેઠેલા, આકાશમાં
પૂનમનો ચંદ્ર ખીલી રહ્યો હતો....રામની દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડી ને એના મનમાં ઉમળકો
જાગ્યો કે આ ચાંદો કેવો ચમકે છે! હું એને ઉપરથી ઉતારીને મારા ગજવામાં મૂકું!–આવા
ઉમળકાથી રામ તો ચંદ્ર સામે હાથ લંબાવવા લાગ્યા....પણ ચન્દ્ર હાથમાં ન આવ્યો એટલે
રડવા લાગ્યા.....તેને છાનો રાખવા માટે સૌએ ઘણી મહેનત કરી.....પણ આ તો રામની
હઠ.....ને તે ચાંદા માટે....એ ચંદ્રને લીધા વગર કેમ છાના રહે! કોઈ રીતે છાના ન રહે.....
અંતે પ્રધાનજી આવ્યા....તેમણે જોયું કે આ રામચંદ્રજી ચાંદા સામે હાથ લંબાવીને
રડે છે....તરત તે સમજી ગયા કે હં....એને ચાંદો જોઈએ છે! તેમણે એક સ્વચ્છ અરીસો
મંગાવ્યો ને બરાબર ચંદ્ર સામે રાખીને રામચંદ્રના હાથમાં આપ્યો....રામચંદ્રજીએ
અરીસામાં જોયું ને અરીસામાં ચંદ્રને જોતાં જ તેઓ પ્રસન્ન થયા......
આ છે રામચંદ્રજીનું દ્રષ્ટાંત; રામચંદ્રજી ધર્માત્મા હતા; તેમના આ પ્રસંગ ઉપરથી
ધર્મીના કેવા ભાવ હોય તે સિદ્ધાંત સમજવાનો છે...... (તે માટે સામે પાને જુઓ)