Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
આત્મગુણની
મીઠી–મધુરી વાત
*
જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આત્મનો, નિર્મળ કરો સપ્રેમ....રે...
ચૈતન્યપ્રભુ! અમૃત વરસ્યા છે તારા આત્મમાં
યોગસારની આ ૮પ મી ગાથા ગુરુદેવને ઘણી
પ્રિય છે, અવારનવાર તેના રટણ દ્વારા તેઓ
ચૈતન્યરસનું ઘોલન કરે છે....ને જ્યારે પ્રવચનમાં મધુરી
હલકપૂર્વક તેનું વિવેચન કરે છે ત્યારે ચૈતન્યના
અમૃતરસમાં તરબોળ બનીને શ્રોતાજનો ડોલી ઊઠે છે,
અહીં તેની થોડીક ઝલક આપી છે.
હે જીવ! તારા ચેતનને ગ્રહણ કરતાં તેમાં સર્વે ગુણોનું ગ્રહણ થઈ જાય છે.
અનંતગુણની અનુભૂતિ–તેમાં વિકલ્પને અવકાશ નથી.
જગતમાં જે કોઈ સુંદરતા હોય, જે કોઈ પવિત્રતા હોય, તે બધી તારા આત્મામાં
ભરી છે. એક આત્મામાં અંતુર્મુખદ્રષ્ટિ કરીને અનુભવ કરતાં, તેમાં અનંતગુણોની
નિર્મળતા એક સાથે પ્રગટે છે. ચેતનમય આત્માની અનુભૂતિમાં સર્વે ગુણોની અનુભૂતિ
આવી જાય છે. એક પર્યાયમાં બધા ગુણોનો સ્વાદ ભેગો છે. એકેક ગુણની ગણતરીથી
આત્માના અનંતગુણને પકડવા માંગે તો અનંતકાળેય તે પકડાય નહિ; અનંતગુણથી
અભેદ આત્મામાં ઉપયોગ મુકતાં અનંતગુણો સ્ફૂટ–પ્રગટ અનુભવાય છે. ભાઈ, આવા
આત્માના અનુભવની હોંશ ને ઉત્સાહ કર. વિકલ્પની રાગની કે બહારની હોંશ કરતાં
તારા અનંતગુણના પિંડનો અનાદર થાય છે. અરે, અનંત ગુણ તારામાં ભર્યા છે, જેનુ
ગ્રહણ વિકલ્પ વડે થઈ ન શકે. માટે નિશ્ચલ થઈને,