Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
ને પરિણતિનું લક્ષ અંતરગુણોમાં ઘુસી જાય. આવા આત્માની અનુભૂતિ કરતાં તારી
પરિણતિમાં અનંતગુણની અમૃતધારા વરસશે. હાકલ કરીને એકલો અંતરના માર્ગે
હાલ્યો જા.
જગતમાં ક્્યાંય ન ગમે તો અંતરમાં જા! એકવાર બેનોએ કહ્યું હતું કે ક્યાંય ન
ગમે તો આત્મામાં ગમાડ! ક્યાંય ન ગમે તો આત્મામાં જા.......ત્યાં આનંદ ભર્યો છે
એટલે ત્યાં ગમશે. જગતમાં જીવને ગમે એવું સ્થાન હોય તો આત્મા જ છે જગતમાં
આત્મા સિવાય બીજે ક્્યાંય ગમે તેવું નથી–“જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ” તેમાં તું જા
એમ સંતો હાકલ કરે છે. એ હાકલ સૂણીને બીજું કોઈ સાથે ન આવે તો તું
એકલોએકલો તે માર્ગે ચાલ્યો જા. એકલો થઈને અંતરમાં આત્માના આનંદને અનુભવ.
અરે, અનુભવમાં જ્યાં ઈન્દ્રિયો અને મનનોય સાથ નથી, ત્યાં બીજાની શી
વાત! એકલો થઈને (વિકલ્પ વગરનો થઈને) એકત્વસ્વરૂપ આત્માને અનુભવમાં લે.
આત્મા આત્માદ્વારા જ અનુભવમાં આવે છે, માટે સર્વસંગરહિત થઈને એકલો–એકલો
સ્વભાવનું જ ઘોલન કર.....તેમાં જ પરિણતિને વારંવાર જોડ....તને શીઘ્ર મુક્તિની સિદ્ધિ
થશે....પ્રગટ આનંદનો અનુભવ થશે.
શ્રાવકને કહે છે કે હે શ્રાવક! તારા ઉપયોગને આત્મસ્વરૂપમાં જોડીને
શુદ્ધરત્નત્રયને ભજ! એ જ રત્નત્રયની પરમ ભક્તિ છે. શુદ્ધ આત્માને ભજતાં અનંત
ગુણનું સેવન એક સાથે થાય છે કેમકે ‘જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ.’ અનંત ગુણનો
અદ્ભુત ચૈતન્યરસ સ્વાનુભવમાં સમાય છે.
અહો, મારા હૃદયમાં સ્ફૂરાયમાન આ
નિજઆત્મગુણસંપદા કે જે સમાધિનો વિષય છે તેને મેં
પૂર્વે એક ક્ષણ પણ ન જાણી. ખરેખર, ત્રણલોકમાં
વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મોની
પ્રભુત્વગુણશક્તિથી અરેરે, હું સંસારમાં માર્યો ગયો છું.
પરંતુ હવે મારા આત્માની પ્રભુત્વશક્તિની સંભાળ વડે
હું કર્મોની શક્તિને હણીને મારા સિદ્ધપદને સાધીશ.