: ૧૪ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
પ ર મ શાં તિ દા તા રી
અધ્યાત્મભાવના
આત્મધર્મની સહેલી લેખમાળા
લેખ નં. ૩૯) (અંક ૨૩૭A થી ચાલુ
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પૂ. કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ અષાડ વદ–છઠ્ઠ–સાતમ સમાધિશતક ગા. ૭૧)
ભેદવિજ્ઞાનવડે આત્માને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન જાણીને તેમાં જે એકાગ્રતા કરે
છે તેને જ નિયમથી મુક્તિ થાય છે, અને તેમાં જે એકાગ્રતા નથી કરતો તેને મુક્તિ થતી
નથી–એમ હવે કહે છે–
मुक्तिरेकान्तिकी तस्य चिते यस्याचला धृतिः।
तस्य नैकान्तिकी मुक्तिर्यंस्य नास्त्यचला धृतिः।।७१।।
ચૈતન્યસ્વરૂપમાં જે અચલપણે એકાગ્રતા કરે છે તેને જ નિયમથી–એકાંત મુક્તિ
થાય છે, ને એ સિવાય વ્યવહારમાં જે એકાગ્રતા કરે છે તેને મુક્તિ થતી નથી, આવો
અનેકાન્ત છે. આ રીતે શુદ્ધોપયોગથી જ મુક્તિ થાય છે, શુભરાગથી કોઈને કદી મુક્તિ
થતી નથી.
જુઓ, આ મુક્તિનો નિયમ! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે જરૂર મુક્તિ થાય છે.
એ સિવાય પંચ મહાવ્રતાદિનો શુભ રાગ તે કાંઈ મુક્તિનું કારણ નથી. જ્યાં શુદ્ધ
રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ હોય ત્યાં દિગંબરપણું વગેરે પણ જરૂર હોય છે, ને ત્યાં જરૂર મુક્તિ
થાય છે. પણ જ્યાં શુદ્ધરત્નત્રય નથી ત્યાં મુક્તિ થતી જ નથી. આ રીતે ચૈતન્યસ્વરૂપમાં
એકાગ્રતારૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે નિયમથી એકાંતપણે–મોક્ષનું કારણ છે.
પહેલાં તો શરીરાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન કર્યું હોય–તેનો દ્રઢ નિર્ણય
કર્યો હોય તેને જ તેમાં એકાગ્રતા થઈ શકે. ચૈતન્યરાજાને જાણીને તેની સેવા (શ્રદ્ધા–
જ્ઞાન–એકાગ્રતા) કરવાથી જરૂર મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. અહીં તો ‘એકાંતિકી
મુક્તિ’ કહીને મોક્ષનો