: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
નિયમ બતાવ્યો કે ચૈતન્યસ્વરૂપની અચલ ધારણા જેના ચિત્તમાં છે તે જ જીવ એકાંત
મુક્તિ પામે છે; પરંતુ ‘વ્યવહારમાં રાગમાં એકાગ્રતાવાળો જીવ પણ મુક્તિ પામે છે’
એમ અનેકાંત નથી. જેનું ચિત્ત સંદેહવાળું છે, કદાચ રાગાદિથી પણ મુક્તિ થશે–એમ જે
માને છે, ને રાગથી પાર ચૈતન્યતત્ત્વને અચલપણે શ્રદ્ધા–જ્ઞાનમાં ધાર્યું નથી તે મુક્તિ
પામતો નથી જ.
નિયમસાર (કળશ ૧૯૪) માં પદ્મપ્રભમુનિરાજ કહે છે કે–યોગપરાયણ હોવા
છતાં પણ જે જીવને કદાચિત ભેદવિકલ્પો ઉત્પન્ન થાય છે તેની અર્હન્તદેવના મતમાં
મુક્તિ થશે કે નહિ તે કોણ જાણે? એટલે કે યોગપરાયણ એવા મુનિઓને પણ જ્યાંસુધી
વિકલ્પ છે ત્યાંસુધી મુક્તિ નથી; નિર્વિકલ્પ થઈને સ્વરૂપમાં ઠરશે ત્યારે જ મુક્તિ થશે.
જુઓ, આ અર્હન્તદેવે કહેલો મોક્ષમાર્ગ! વિકલ્પને અર્હન્તદેવે મોક્ષનું સાધન નથી કહ્યું.
અહો! મુક્તિનું ધામ તો આ ચૈતન્યતત્ત્વ છે, તેમાં એકાગ્ર થયે જ મારી મુક્તિ
થવાની છે–આમ નિર્ણય કરે તો અલ્પકાળમાં મુક્તિ થાય. પણ જ્યાં નિર્ણય જ ઊંધો
હોય–રાગને ધર્મનું સાધન માનતો હોય–તે રાગમાં એકાગ્રતાથી ખસે શેનો? ને
સ્વભાવમાં એકાગ્રતા કરે ક્યાંથી? રાગમાં એકાગ્રતાથી તો રાગની ને સંસારની ઉત્પત્તિ
થાય, પણ મુક્તિ ન થાય. મુક્તિ તો ચૈતન્યમાં એકાગ્રતાથી જ થાય છે.
અહીં તો સમ્યગ્દર્શન ઉપરાંત ચૈતન્યમાં લીનતાની વાત છે. સમ્યગ્દર્શન પછી
પણ જ્યાં સુધી રાગ–દ્વેષથી ચિત્ત અસ્થિર–ડામાડોળ રહે છે ત્યાંસુધી મુક્તિ થતી નથી;
રાગદ્વેષ રહિત થઈને અંતરસ્વરૂપમાં લીન થઈને સ્થિર રહે ત્યારે જ મુક્તિ થાય છે.
ભૂમિકા અનુસાર ભક્તિ વગેરેનો ભાવ ધર્મીને આવે છે, પણ તે મોક્ષનું કારણ નથી.
ચૈતન્યસ્વરૂપમાં લીનતા વગર મુક્તિની પ્રાપ્તિ અસંભવ છે.ાા ૭૧ાા
લોકસંસર્ગવડે ચિત્તની ચંચળતા રહ્યા કરે છે ને ચૈતન્યમાં સ્થિરતા થતી નથી; માટે
લોકસંસર્ગ છોડીને જ અંતરમાં આત્મસ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા થાય છે. જે લોકસંસર્ગ
છોડતો નથી તેને ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા થતી નથી. માટે યોગીજનો–સાધક સંતો
ચૈતન્યમાં એકાગ્રતા અર્થે લોકસંસર્ગ છોડે છે;–એ વાત ૭૨ મી ગાથામાં કહે છે–
जनेभ्योवाक् ततः स्पन्दो मनसश्चित्तविभ्रमाः।
भवन्ति तस्मात्संसर्ग जनैर्योगी ततस्त्यजेत्।।७२।।
લોકોના સંસર્ગવડે વચનની પ્રવૃત્તિ થાય છે, વચનપ્રવૃત્તિથી મન વ્યગ્ર થાય છે,–
ચિત્ત ચલાયમાન–અસ્થિર થાય છે, અને ચિત્તની ચંચળતા થતાં અનેક પ્રકારના
વિકલ્પોવડે મન ક્ષુબ્ધ થાય છે; માટે ચૈતન્ય સ્વરૂપમાં સંલગ્ન એવા યોગીઓએ
લૌકિકજનોનો સંસર્ગ છોડવો જોઈએ. લૌકિકજનનોના સંસર્ગ વડે ચિત્તની નિશ્ચલતા
થઈ શકતી નથી.