તેના અનુસંધાનમાં ઋષભદેવ ભગવાનના છેલ્લા દસ અવતારોનું આ વર્ણન ચાલે છે.
અગાઉના ચાર લેખોમાં પ્રસિદ્ધ થયેલ કથાનો ટૂ્રંક સાર આ પ્રમાણે છે: ઋષભદેવ
ભગવાનનો જીવ પૂર્વે દસમા ભવે મહાબલ રાજા હતો. અને ત્યાં સ્વયંબુદ્ધમંત્રીના
ઉપદેશથી તેને જૈનધર્મનો પ્રેમ થયો હતો; ત્યાર પછી (નવમા ભવે) તે સ્વર્ગનો
‘લલિતાંગ’ દેવ થયો અને ત્યાં ‘સ્વયંપ્રભા’ દેવી સાથે તેને સંબંધ થયો. ત્યારપછી
(આઠમા ભવે) તે લલિતાંગ અને સ્વયંપ્રભા અનુક્રમે વજ્રજંઘરાજા અને શ્રીમતી રાણી
થયા, ને મુનિવરોને આહારદાન કરીને ભોગભૂમિમાં જુગલીયા–દંપતી તરીકે અવતર્યા.
ભોગભૂમિના આ (સાતમા) ભવમાં પ્રીતિંકર મુનિરાજના પરમ અનુગ્રહથી તેઓ બંને
સમ્યગ્દર્શન પામ્યા. ભોગભૂમિનું આયુષ્ય પૂરું થતાં તેઓ બંને ઈશાનસ્વર્ગમાં ઉપજ્યા.
ત્યાર પછીની તેમની કથા હવે આગળ ચાલે છે........
(શ્રેયાંસકુમારનો જીવ પણ સમ્યગ્દર્શનના પ્રભાવથી સ્ત્રીપર્યાયનો છેદ કરીને તે જ
ઈશાનસ્વર્ગના સ્વયંપ્રભ–