: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૯ :
વિમાનમાં સ્વયંપ્રભ નામનો દેવ થયો. સિંહ, નોળિયો, વાંદરો અને ભૂંડ એ ચારેના
જીવો પણ ભોગભૂમિનું આયુષ્ય પૂર્ણ કરીને તે ઈશાનસ્વર્ગમાં જ મહાન ઋદ્ધિના ધારક
દેવો થયા; તેમનાં નામ–ચિત્રાંગદ, મણિકુંડલ, મનોહર અને મનોરથ. (સિંહ, નોળિયો,
વાંદરો ને ભૂંડ–આ ચારે જીવો આગળ જતાં ઋષભદેવની સાથે રહેશે ને તેમની સાથે
મોક્ષ પામશે. વાનરનો જીવ તેમનો ગણધર થશે.) મહાન ઋદ્ધિધારક શ્રીધરદેવ પોતાના
વિમાનમાં જિનપૂજા, તીર્થંકરોના કલ્યાણક વગેરે અનેક ઉત્સવ કરતો હતો, અને
સુખભોગની સામગ્રીથી પ્રસન્નચિત્ત રહેતો હતો.
આગામી કાળમાં જે તીર્થંકર થનાર છે એવા તે શ્રીધરદેવે એક દિવસ
અવધિજ્ઞાનનો પ્રયોગ કરતાં તેને માલુમ પડ્યું કે અમારા ગુરુ શ્રી પ્રીતિંકર મુનિરાજ
હાલ વિદેહક્ષેત્રમાં શ્રીપ્રભ પર્વત ઉપર બિરાજમાન છે અને તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું
છે. અહો, સંસારના સર્વે જીવો ઉપર કરુણા કરનાર, અને ભોગભૂમિમાં આવીને પરમ
અનુગ્રહપૂર્વક અમને સમ્યક્ત્વ પમાડનાર આ પ્રીતિંકર મુનિરાજ અમારા મહાન
ઉપકારી છે. તેઓ આજ કેવળજ્ઞાન પામીને સર્વજ્ઞ થયા, અરિહંત થયા; ધન્ય એમનો
અવતાર! અમે પણ આત્માની સાધના પૂર્ણ કરીને ક્યારે કેવળજ્ઞાન પામીએ!! આમ
અત્યંત ભક્તિપૂર્વક શ્રીધરદેવે પ્રીતિંકર કેવળીને નમસ્કાર કર્યા; અને તેમની પૂજા કરવા
માટે તથા કેવળજ્ઞાનનો ઉત્સવ કરવા માટે સ્વર્ગની દૈવી સામગ્રી લઈને તેમની સન્મુખ
ગયો. શ્રીપ્રભ પર્વત ઉપર જઈને ઘણી ભક્તિથી સર્વજ્ઞ–પ્રીતિંકરમહારાજની પૂજા કરી,
નમસ્કાર કર્યા, તથા તેમની દિવ્યવાણીમાં ધર્મનું સ્વરૂપ સાંભળ્યું. અને પછી નીચે
પ્રમાણે પોતાના મનની વાત પૂછી:–
(ઋષભદેવ ભગવાનનો જીવ શ્રીધરદેવ પ્રીતિંકર કેવળીને પૂછે છે–)
હે પ્રભો! મહાબલરાજાના મારા ભવમાં મારે ચાર મંત્રીઓ હતા, તેમાં એક આપ
(સ્વયંબુદ્ધમંત્રી) સમ્યગ્દ્રષ્ટિ હતા ને આપે મને જૈનધર્મનો બોધ આપ્યો હતો; બીજા ત્રણ
મંત્રીઓ મિથ્યાદ્રષ્ટિ હતા, તેઓ અત્યારે કઈ ગતિમાં ઊપજ્યા છે! ને ક્યાં છે?
સર્વજ્ઞદેવ પોતાના વચનકિરણોવડે અજ્ઞાનઅંધકાર દૂર કરતાં કહેવા લાગ્યા–હે
ભવ્ય! જ્યારે મહાબલનું શરીર છોડીને તું સ્વર્ગમાં ચાલ્યો ગયો ત્યારે મેં
(સ્વયંબુદ્ધમંત્રીએ) તો વૈરાગ્યથી રત્નત્રય પ્રગટ કરીને જિનદીક્ષા ધારણ કરી લીધી;
પરંતુ બીજા ત્રણે દુર્મતિ મંત્રીઓ કુમરણથી મરીને દુર્ગતિને પામ્યા. તે ત્રણમાંથી
મહામતિ અને સંભિન્નમતિ એ બન્ને તો અત્યંત હીન એવી નિગોદદશાને પામ્યા છે, કે
જ્યાં અતિશયગાઢ અજ્ઞાનઅંધકાર ઘેરાયેલો છે, તથા અતિશય તપ્ત ઊકળતા પાણીમાં
ઊઠતા ખદખદાટની માફક જ્યાં અનેકવાર જન્મ–મરણ થયા કરે છે. અને ત્રીજો શતમતિ
મંત્રી પોતાના મિથ્યાત્વને કારણે અત્યારે નરકગતિમાં છે, ને ત્યાં મહા દુઃખો ભોગવી