: ૩૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
પ્રમાણસંગ્રહ; (સર્વજ્ઞસિદ્ધિ– એ તેમનો
ખાસ વિષય છે.)
વિદ્યાનંદીસ્વામી: અષ્ટસહસ્રી ટીકા–
આપ્તપરીક્ષા; તત્ત્વાર્થ શ્લોકવાર્તિક ટીકા.
જયસેનાચાર્ય: સમયસાર વગેરેની ટીકા.
પ્રભાચન્દ્રઆચાર્ય: પ્રમેયકમલમાર્તંડ
(ટીકા)
શુભચંદ્રઆચાર્ય: જ્ઞાનાર્ણવ
કુમુંદચંદ્ર સ્વામી: ન્યાયકુમુદચંદ્ર
માનતુંગસ્વામી: ભક્તામરસ્તોત્ર
(આદિનાથસ્તુતિ)
વાદીરાજમુનિ : એકીભાવ સ્તોત્ર
પદ્મપ્રભમુનિરાજ: યોગસાર; શ્રાવકાચાર.
જયસેન (વસુબિંદુ) સ્વામી: જિનેન્દ્ર–
પ્રતિષ્ઠાપાઠ
(અહીં ટૂંક યાદી આપી છે. આ સિવાય બીજા અનેક પૂજ્ય સન્ત મુનિવરો તેમજ
વીતરાગી શાસ્ત્રો છે. અહીં જણાવેલા લગભગ બધા જ શાસ્ત્રો હાલ વિદ્યમાન છે, ને
છપાઈને પ્રસિદ્ધ થયેલા છે. બાળકો, તમે મોટા થાવ ત્યારે જરૂર એની સ્વાધ્યાય કરજો.
એટલે આપણા એ પૂર્વજો કેવા મહાન હતા–તેનો તમને ખ્યાલ આવશે.
બાળકો, આ સિંહ અને
સર્પને જુઓ; તે તમને કંઈક
સારી મજાની વાત કહે છે. શું
કહેતા હશે? એની ભાષા તમે
સમજો છો? ન સમજતા હો તો
આવતા અંકમાં વાંચજો.
મહાપુરુષોની છાયામાં રહેવાથી ને તેમની
આજ્ઞામાં વર્તવાથી દોષો ટળે છે ને ગુણો પ્રગટ થાય છે.
કેમકે ગુણીજનોના આશ્રયમાં દોષ ક્્યાંથી ટકી શકે?