: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૭ :
મહાવીરપ્રભુ પછી થએલો આપણો પૂજ્ય–પરિવાર
આમ તો અનાદિકાળથી અનંતા તીર્થંકર ભગવંતો તેમ જ પંચપરમેષ્ઠી વગેરે ચૈતન્ય–
આરાધક સન્તો થયા તે બધાય આપણા જૈનધર્મનો મહાન પરિવાર છે; આપણે પણ એ મહાન
પરિવારના છીએ–તે આપણું ગૌરવ છેે. ગુરુદેવ વારંવાર સમજાવે છે કે તું સિદ્ધનો નાતીલો છો, તું
સિદ્ધના પરિવારનો છો, તું તીર્થંકરના કૂળનો છો. આપણા આ સાચા પરિવારની ઓળખાણ તે
મહાન લાભનું કારણ છે. આ અંકમાં કેટલાક આચાર્ય–મુનિવરોના નામ આપ્યા છે, તેઓ બધાય
હમણાં તાજેતરમાં (પંચમકાળમાં) થયેલા છે. તે ઉપરાંત આ પંચમકાળમાં બીજા પણ ઘણાંય
વીતરાગી સંતમુનિવરો થયા છે. કુંદકુંદાચાર્ય જે પરિપાટીમાં થયા તે નંદીસંઘની જુની પ્રાકૃત
પટ્ટાવલીઅનુસાર મહાવીરભગવાનથી માંડીને કુંદકુંદઆચાર્યદેવ સુધીની પેઢીમાં જે સંતો થયા તેની
મંગલ યાદી અહીં આપી છે–
િ્રત્રલોકપૂજ્ય તીર્થંકર મહાવીર: આજથી ૨પ૬૪ વર્ષ પહેલાં આ ભરતભૂમિમાં અવતર્યા, ને
મોક્ષમાર્ગને પ્રકાશીત કરીને ૨૪૯૨ વર્ષ પહેલાં મોક્ષપુરીમાં પધાર્યા. તે વખતે ચોથોકાળ હતો. ને
ત્રણવર્ષ આઠ માસ ને પંદર દિવસ પછી પંચમકાળ બેઠો. ચોથાકાળમાં જન્મેલા અનેક જીવો આ
પંચમકાળમાં પણ કેવળજ્ઞાન પામીને અર્હન્તપણે આ ભરતક્ષેત્રમાં વિચરતા હતા. તેમાં
પરિપાટીઅનુસાર ગૌતમ સુધર્મ ને જંબુસ્વામી એ ત્રણ કેવળજ્ઞાની ૬૨ વર્ષમાં થયા, ત્યારપછી
ભરતક્ષેત્રના જીવોમાં કેવળજ્ઞાન ન રહ્યું.
મહાવીર તીર્થંકરના મોક્ષગમનપછી (મહાવીર પછી ૧૬૨ વર્ષ બાદ)
૧ ગૌતમસ્વામી...... કેવળજ્ઞાન ૯ વિશાખાચાર્ય.... દશપૂર્વધારક
૨ સુધર્મસ્વામી..... કેવળજ્ઞાન ૧૦ પ્રૌષ્ઠિલ–આચાર્ય.... ”
૩ જંબુસ્વામી...... કેવળજ્ઞાન ૧૧ ક્ષત્રિય–આચાર્ય...... ”
(મહાવીર પછી ૬૨ વર્ષ બાદ) ૧૨ જયસેનાચાર્ય......... ”
૪ વિષ્ણુમુનિ.......... શ્રુતકેવળી ૧૩ નાગસેનાચાર્ય..... ”
પ નન્દિમિત્રમુનિ.... શ્રુતકેવળી ૧૪ સિદ્ધાર્થ–આચાર્ય.... ”
૬ અપરાજિતમુનિ...... શ્રુતકેવળી ૧પ ધૃતિસેણ–આચાર્ય...... ”
૭ ગોવર્ધનમુનિ....... શ્રુતકેવળી ૧૬ વિજયઆચાર્ય........ ”
૮ ભદ્રબાહુમુનિ..... શ્રુતકેવળી ૧૭ બુદ્ધિલિંગાચાર્ય..... ”
(પાંચ શ્રુતકેવળીનો કુલ કાળ ૧૦૦ વર્ષ) ૧૮ દેવ–આચાર્ય....... ”
૧૯ ધર્મસેનાચાર્ય ”
(૧૧ દશપૂર્વધારકનો કૂલ કાળ ૧૮૩ વર્ષ)