: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧ :
वंदित्तु सव्वसिद्धे–સમયસારનું અપૂર્વ મંગળ
સિદ્ધભગવંતોને નમસ્કાર તે સાધકભાવ છે; એવા સાધકભાવના પરમ
મંગળપૂર્વક આ સમયસાર શરૂ થાય છે. સમયસારમાં કહેલો જે શુદ્ધ જ્ઞાયકભાવ, તેના
ઘોલન વડે આત્માની પરિણતિ પરમ શુદ્ધ થશે ને મોહનો ક્ષય થશે. શ્રોતાકોં ભી સાથમેં
રખકર આશીર્વાદ દિયા કિ ‘समयसार के घोलनसे तेरा मोहका नाश हो जायगा
ओर तूं सिद्ध बन जायगा।’
‘अथ’ શબ્દ નવીનતા–અપૂર્વતા સૂચવે છે: અનાદિથી જે ન હતો એવો અપૂર્વ
આરાધકભાવ પ્રગટ કરીને હું મારા આત્મામાં સર્વે સિદ્ધ ભગવન્તોને સ્થાપું છું. વિભાવથી
જુદો ને સિદ્ધની સ્થાપનારૂપ આ આરાધકભાવ તે સમયસારનું અપૂર્વ મંગળ છે.
સિદ્ધોની ભાવસ્તુતિ સ્વસન્મુખતા વડે થાય છે. આ ભાવસ્તુતિમાં આત્મા પોતે
જ આરાધ્ય–આરાધક છે. સિદ્ધની આ ભાવસ્તુતિમાં રત્નત્રય સમાય છે.
હું સિદ્ધને વંદન કરું છું, સિદ્ધની સ્તુતિ કરું છું, એટલે સિદ્ધસમાન શુદ્ધસ્વરૂપને
સાધ્યરૂપે સ્વીકારું છું; સિદ્ધમાં ને મારી પર્યાયમાં જે ભેદ હોય તેને શુદ્ધદ્રષ્ટિના બળે કાઢી
નાંખું છું, ને સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપે મારા આત્માને ધ્યાવું છું. આ રીતે સિદ્ધસમાન પોતાના
આત્માના ચિન્તનથી ભવ્ય જીવ પોતે સિદ્ધ થઈ જાય છે. જેણે પોતાના આત્મામાં સિદ્ધને
વસાવ્યા તે સિદ્ધપદનો સાધક થયો. વીર થઈને તે વીરના માર્ગે ચાલ્યો.