Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 57

background image
: ૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
દર્પણમાં શું દેખાય છે?
वंदित्तुं सव्वसिद्धे એમ કહીને પહેલી ગાથામાં આચાર્યદેવે સિદ્ધભગવંતોને
નમસ્કાર કર્યા છે; તેઓ કહે છે કે હે ભવ્ય! હું મારા અને તારા આત્મામાં સિદ્ધને સ્થાપું
છું. સાધ્યરૂપ જે શુદ્ધ આત્મા, તેને જોવા માટે સિદ્ધભગવંતો સ્વચ્છ દર્પણસમાન છે. જેમ
સ્વચ્છદર્પણમાં પોતાનું જેવું રૂપ હોય તેવું સ્પષ્ટ દેખાય છે, તેમ સિદ્ધભગવાનરૂપી
સ્વચ્છદર્પણમાં જોતાં પોતાનું જેવું શુદ્ધસ્વરૂપ છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ રીતે આત્મામાં
સિદ્ધની સ્થાપનારૂપ અપૂર્વ મંગળ કરીને આચાર્યદેવે સમયસારનો પ્રારંભ કર્યો છે.
જેવા શુદ્ધ સિદ્ધભગવાન છે તેવું જ શુદ્ધસ્વરૂપ મારામાં છે.–આમ સ્વસન્મુખતા
વડે પ્રતીત કરે ત્યારે સિદ્ધભગવાનની પરમાર્થસ્તુતિ થાય છે. સિદ્ધપ્રભુની પરમાર્થ
ઓળખાણ ને પરમાર્થ વંદન સિદ્ધ સામે જોવાથી નથી થતી પણ પોતાના આત્મામાં
અંતર્મુખ થાય ત્યારે જ સિદ્ધપ્રભુની પરમાર્થ ઓળખાણ ને પરમાર્થ વંદન થાય છે.
સમયસાર એટલે સાધકભાવનું શાંત ઝરણું! આ સમયસારમાં કહેલા ભાવોના
ઘોલન વડે સાધકને સ્વાનુભૂતિમાં શુદ્ધઆત્મા પ્રકાશમાન થાય છે. આ સમયસાર તો
શુદ્ધઆત્મસ્વરૂપ દેખાડનારો અરીસો છે. જે સિદ્ધને જાણે તે શુદ્ધાત્માને જાણે, જે
અરહિંતને ઓળખે તે શુદ્ધાત્માને ઓળખે; પરિણતિ રાગાદિથી છૂટી પડીને શુદ્ધઆત્માની
સન્મુખ થાય ત્યારે જ અરિહંત–સિદ્ધ વગેરેની ખરી ઓળખાણ થાય.