वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं।।
વંદી કહું શ્રુતકેવળી–કથિત આ સમયપ્રાભૃત અહો! ૧
સાધકસ્વભાવની શરૂઆત થાય તે અપૂર્વ મંગળ છે. આત્માનું પરમધ્યેય એવું જે
સિદ્ધપદ, તેને સાધવાનો જે ભાવ પ્રગટ્યો એટલે સિદ્ધસન્મુખ જવાનું શરૂ કર્યું–તે જ
માંગલિક છે.
અત્યાર સુધી અનંતા સિદ્ધભગવંતો થયા તે સર્વને ભાવસ્તુતિ તથા દ્રવ્યસ્તુતિ
ભાવસ્તુતિ એટલે અંતુર્મુખ નિર્વિકલ્પ શાંતરસનું પરિણમન: અને દ્રવ્યસ્તુતિ એટલે
સિદ્ધોના બહુમાનનો વિકલ્પ તથા વાણી; એમ બંને પ્રકારે સ્તુતિ કરીને, મારા તેમ જ
શ્રોતાજનોના આત્મામાં અનંતા સિધ્ધભગવંતોને સ્થાપું છું. મારો આત્મા કેવડો? કે
અનંતા સિધ્ધોને પોતામાં સમાવી દે તેવડો. આત્મામાં જ્યાં સિધ્ધોને સ્થાપ્યા ત્યાં હવે