: ૪૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
પરદેશના ભાઈ–બહેન ભાવના ભાવે છે–
પરદેશમાં વસતા આપણા બાલ–
પરિવારના સભ્ય (નં. ૧૧પ૪) દીનેશકુમાર
જૈન (માંડલે, બરમાથી) લખે છે કે
બાલવિભાગ વાંચીને તેના સભ્ય થવાનું મને
બહુ જ મન થતું હતું. મારા મા–બાપુજી અમને
‘આત્માધર્મ’ તથા ભગવાનની વાતો સંભળાવે
છે; તથા શરીર અને આત્મા જુદા છે એમ
સમજાવે છે. મને જૈનધર્મની અને વીરપુરુષોની
વાતો સાંભળતાં તથા બાલવિભાગ વાંચતાં
ખૂબ જ આનંદ થાય છે. મારો પ્રશ્ન અને
ભાવના નીચે મુજબ છે–
પ્ર
૦ રમત–ગમતમાં કે તાવમાં હું મારા
આત્માને શરીરથી જુદા જાણું તો હું જલદી સિદ્ધભગવાન બની જઈશ?
ઉ
૦– ભાઈ, જીવ અને જડની ભિન્નતાનું સ્વરૂપ બરાબર ઓળખીએ પછી જ સાચું
ભેદજ્ઞાન થાય. ભેદજ્ઞાન પ્રગટતી વખતે તો શરીરથી જુદા આત્માનો કોઈ એવો અનુભવ
થાય કે જેના બળે પોતાને મોક્ષની ખાતરી થઈ જાય.–ને પછી આવો પ્રશ્ન ઊઠે નહિ. આવું
ભેદજ્ઞાન થયા પહેલાં તે પ્રગટ કરવાની ભાવના હોય તે સારી વાત છે.
તેઓ લખે છે–“મારી ભાવના એવી છે કે, જો મને પાંખ મળે તો ગુરુદેવના દર્શન
કરીને રોજ પગ દાબવા ઈચ્છું છું; અને સીમંધર ભગવાન પાસે ઊડીને જવા માંગું છું–તો મને
પાંખ ક્્યારે મળશે? ને મારી ભાવના ક્્યારે પૂરી થશે?
ભાઈ, પંખીની પાંખ તો ન હોય–એ સારૂં, કેમકે એને માટે તો તિર્યંચગતિમાં અવતાર
લેવો પડે, પણ જો જ્ઞાનરૂપી પાંખ લગાડીને ચૈતન્યઆકાશમાં નિરાલંબીપણે ઊડો તો તમને
સીમંધરનાથના ને ગુરુદેવના સાક્ષાત્ દર્શન થઈ જશે. બાકી સોનગઢ આવીને ગુરુદેવના પગ
દાબવા માટે તો બરમાથી બલુનમાં બેસી જાવ એટલે બીજે દિ’ સોનગઢ ભેગા.–એમાં તમારે
પાંખનીયે જરૂર નહિ પડે.
એ દીનેશભાઈની બહેન મીનાકુમારી (વર્ષ ૯ નં ૧૧પ૩) પણ બરમાથી લખે છે કે
“આત્મધર્મ મળતાં અને બાલવિભાગ જોતાં મને ગુરુદેવને જોવાનું બહુ મન થાય છે; હું
દરરોજ સીમંધર ભગવાનની પૂજા કરું છું. આત્મધર્મ વાંચતા મને સંસાર ઉપર ખૂબ જ
વૈરાગ્ય આવે છે. મારા બે પ્રશ્ન–
પ્ર
૦ ૧: કયા મંત્રથી સીમંધર ભગવાન પાસે પહોંચાય?
ઉત્તર:– જ્ઞાન મંત્રથી; જો આપણે આપણા જ્ઞાનમાં સીમંધર ભગવાનનું સ્વરૂપ
ઓળખીએ તો સીમંધર ભગવાન આપણા જ્ઞાનમાં બિરાજે; અથવા કોઈ વિશિષ્ટજ્ઞાન પ્રગટ
કરતાં સીમંધર ભગવાન દેખાય; અથવા સોનગઢ આવે તો