Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૧ :
સીમંધરભગવાનનાં દર્શન થશે? બાકી વિદેહ ક્ષેત્રમાં પહોંચવાનું તો અત્યારે અઘરૂં છે.
બેન, આ શરીરથી ત્યાં પહોચવાનો મંત્ર તો મને નથી આવડતો; નહિતર તો તમારી
જેમ મને ય ભગવાનના દર્શન કરવાનું બહુ મન છે.
પ્ર
–૨: મારે બ્રહ્મચારી બનવું હોય તો શું કરવું?
ઉત્તર:– બ્રહ્મસ્વરૂપ આત્માની લગની જગાડીને સોનગઢમાં પૂ. બેનશ્રી–બેનની
છાયામાં રહેવું. બેન, તમારા જેવા નવ વર્ષનાં નાનાં બાળકો પરદેશમાં વસવા છતાં
નાનપણથી આવા વૈરાગ્યના ને જ્ઞાનના વિચાર કરે તે બહુ સારી વાત છે. ભાઈ–બેન
બંને ધર્મમાં ઉત્સાહથી આગળ વધજો ને વેલાવેલા સ્વદેશ આવજો.
‘બાલવિભાગ’ માટે કોલેજીયન બંધુના ઉદ્ગાર
આત્મધર્મનો બાલવિભાગ જોઈને તથા દર્શનકથા વાંચીને અમારા છાત્રાલયના
૪પ સભ્યોએ નામ લખાવ્યા છે. બાલવિભાગનું નામ સંભાળતાં ઘણો આનંદ આવે છે.
બાલવિભાગદ્વારા ધાર્મિક સંસ્કારનું જે સિંચન થાય છે તે જોઈ ભાવિ પેઢીનું ઉજ્વળ
જીવન, આધ્યાત્મિકરુચિ કેટલીક વધશે? તે વિચારે આજે આનંદ થાય છે. જૈનધર્મના
અનુયાયીની બીજી ઈચ્છા શી હોય? પોતે આત્મહિત કરે અને અન્ય જીવો પણ
આત્મહિત કરે. હજાર ઉપર પહોંચેલી ને હજી પણ ઝડપથી વધતી જતી સભ્યસંખ્યા
જોતાં એમ થયું કે બાલવિભાગદ્વારા ઊંડા બીજ વવાઈ રહ્યા છે ને તેના મીઠાં આમ્રફળ
અમે આસ્વાદીએ. (ચેતન જૈન: ફત્તેપુરવાળા સ. નં. ૨૬૩)
મોક્ષાર્થી એ ત્રણ વસ્તુ નક્કી કરવી જોઈએ–
* આત્મામાં પૂર્ણ શુદ્ધતાની શક્તિ છે, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ
આત્મસ્વભાવમાં ભરપૂર છે. તે શક્તિ પરની અપેક્ષા વગર સ્વયંસિદ્ધ છે.
* વર્તમાન અવસ્થામાં અલ્પજ્ઞતા–મલિનતા દુઃખ છે, તે પોતાના
અપરાધથી છે, બીજાના કારણે નહિ.
* તે અલ્પજ્ઞતા–મલિનતા ને દુઃખ ટળીને સર્વજ્ઞતા, શુદ્ધતા ને આનંદ
પ્રગટી શકે છે, ને તે પોતાની સ્વસન્મુખતાથી જ પ્રગટે છે, બીજાના કારણે નહિ.
આ રીતે નક્કી કરીને સ્વભાવસન્મુખ પરિણમતાં અવસ્થામાંથી દુઃખ
ટળીને આનંદ પ્રગટે છે, અલ્પજ્ઞતા ટળીને સર્વજ્ઞતા પ્રગટે છે, મલિનતા ટળીને
શુદ્ધતા પ્રગટે છે. આનું નામ મોક્ષ.