: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૩ :
વાચકો સાથે વાતચીત
(સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
प्रश्नः– सात तत्त्वका श्रद्धान किस तरह होता है। (સ. નં ૧૪૯)
ઉત્તર:– સાત તત્ત્વમાં પોતાનો શુધ્ધ આત્મા ઉપાદેય છે, તેના આશ્રયથી જે
સમ્યક્ત્વાદિ નિર્મળભાવો (એટલે કે સંવર–નિર્જરા–મોક્ષ) પ્રગટે છે તે મને આનંદકારી છે, તે
મારું સ્વરૂપ છે; અને મારાથી ભિન્ન અજીવતત્ત્વોના આશ્રયે આકુળભાવો (આસ્રવ ને બંધ)
થાય છે, તે મને સુખરૂપ નથી પણ દુઃખરૂપ છે, તે મારું સ્વરૂપ નથી.–આવા પ્રકારે ભાવોની
ભિન્નતા ઓળખતાં શુધ્ધાત્મા તરફ રુચિનું વલણ જાય છે અને અશુદ્ધતા તરફથી રુચિ હટી
જાય છે,–ત્યારે સાત તત્ત્વનું સાચું શ્રધ્ધાન થાય છે. સમયસારની ભાષામાં કહીએ તો સાત
તત્ત્વને જાણીને જ્યારે ભૂતાર્થરૂપ શુધ્ધઆત્માનો આશ્રય કરે ત્યારે સમ્યક્ત્વ થાય છે ને ત્યારે
જ સાત તત્ત્વની સાચી શ્રદ્ધા થાય છે.
* સભ્ય નં. ૧૦૨૮–૧૦૩૦ના વડીલ લખે છે
“ગુરુદેવ આત્માની જે વાત સમજાવે છે તે નાના બાળકોને પણ સમજાવવામાં
આત્મધર્મનાં બાલવિભાગે મોટો ફાળો આપ્યો છે. મોટા માણસો તો સમજી શકે પણ ધર્મની
આવી વાત નાના બાળકો પણ સમજી શકે ને તેમાં તેને રસ પડે–એવી ઢબથી રજુઆત તથા
પ્રશ્ન–ઉત્તર વડે બાલવિભાગ ખરેખર મહત્ત્વનો બન્યો છે; ને તેને આગળ ધપાવવા તમે જે
મહેનત કરો છો તે સફળ થાય–એવી અમારી પ્રાર્થના છે.”
પ્ર:– વીસ વિરહમાન તીર્થંકર ભગવંતો મહાવિદેહમાં કઈ કઈ નગરીમાં વિચરે છે તે
જણાવશો–જેથી અમને ખ્યાલમાં રહે કે વર્તમાનમાં ભગવંતોના સમવસરણ કઈ જગ્યા એ
હશે!
ઉ:– માત્ર નગરીના નામ જાણવાથી સમવસરણનો કે ભગવાનના સ્વરૂપનો ખ્યાલ
આવવો મુશ્કેલ છે. એનું સ્વરૂપ કોઈ અચિંત્ય છે. સર્વજ્ઞતાથી ભરપૂર ભગવાનનું
પરમાર્થસ્વરૂપ લક્ષગત કરીએ તો અહીં બેઠા બેઠા વિદેહીનાથનું સ્વરૂપ ચિંતવી શકાય. પાંચ
વિદેહમાંથી દરેકના ૩૨–૩૨ વિજય છે; તેનો એકેક વિજય આખા ભરતક્ષેત્ર કરતાં મોટો છે.
એકેક વિજયમાં અનેક મોટા મોટા દેશ ને નગરો હોય છે; તેમાં વિહાર કરતા કરતા કોઈ પણ
નગરીમાં પ્રભુ બિરાજતા હોય. સીમંધર ભગવાન પુષ્કલાવતી નામના વિજયમાં વિચરે છે.
પુંડરગીરીનગરી એ તેમનું જન્મધામ છે. નગરી ગમે તે હોય પણ તેમના સ્વરૂપને લક્ષગત
કરીને તેમનું સ્વરૂપ ચિંતવી શકાય છે. જ્યાં ભગવાન હોય ત્યાંનો જે જીવ ભગવાનના
સ્વરૂપને લક્ષગત ન કરે (માત્ર દેહને દેખે)–તેના કરતાં અહીંનો જે જીવ ભગવાનના