: ૪૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
નથી તેની મને ખાતરી છે, કેમકે ઊંચી જાતના એના ધર્મસંસ્કાર એને જીવનમાં કદી પણ
પાપના પંથે જવા નહિ દ્યે. અને સમાજના બીજા માણસો કે જેને જૈનધર્મસંસ્કાર મળ્યા નથી–
તેમાંથી કોઈ અણસમજુ જીવો મુર્ખાઈથી અભક્ષ્યના અવળા માર્ગે જાય તો તેનો શું ઉપાય?
બને તો તેના મિત્રોએ તેને સમજાવવો જોઈએ. અને સમાજમાં જડ–મૂળથી ઊંચા ધર્મસંસ્કારો
રેડાય તો અભક્ષ્ય વગેરે પાપપ્રવૃત્તિઓ આપોઆપ નિર્મૂળ થઈ જાય.–તે માટે આપણે
બાલવિભાગદ્વારા પ્રયત્ન કરી જ રહ્યા છીએ. બાલવિભાગના એકે એક સભ્યનું જીવન ઉચ્ચ
આદર્શવાળું બનશે તેમાં કોઈ શંકા નથી. બાલવિભાગમાં “રાત્રિ ભોજનત્યાગ” ની એક
ઝુંબેશ ઉપાડવા વિચાર છે.
* આત્મધર્મમાં “બાલવિભાગ” તથા ‘વાંચકો સાથે વાતચીત’ શરૂ થયા પછી
કેટલાય જિજ્ઞાસુ ભાઈઓ તરફથી તેને પાક્ષિક બનાવવાની માગણી સતત આવ્યા કરે છે. આ
સંબંધમાં જિજ્ઞાસુ પાઠકોની ભાવનાનો સંપૂર્ણ ખ્યાલ ‘આત્મધર્મ’માં રજુ થઈ ગયો છે, એટલે
હવે વધુ પત્રો અહીં રજુ કરતા નથી.
* પ્ર. આત્મા એટલા પરમાત્મા? કે પરમાત્મા એટલા આત્મા? (નં. ૧૭૧ કુંડલા)
ઉ. “अप्पा सो परमप्पा” (માટે બંને સરખા) આમ સ્વભાવઅપેક્ષાએ બધા આત્મા
પરમાત્મા છે. પણ બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એ ત્રણ પ્રકારની અપેક્ષાએ જોઈએ
તો અંતરાત્મા અસંખ્યાતા છે. પરમાત્મા તેનાથી અનંતગુણા છે, અને બહિરાત્મા તેનાથી પણ
અનંતગુણો છે.
* મહેશકુમાર જૈન (સાંગલી : નં. ૩૪૩) દર્શનકથા પુસ્તક સૌએ વાંચ્યું, બહુજ ગમ્યું, ને
તે પ્રમાણે વર્તવાનું શરૂ કર્યું છે; તે માટે ધન્યવાદ! તે દર્શનકથાનું મરાઠી ભાષાંતર કરવાની તમારી
ઈચ્છા છે. તો ખુશીથી કરશો.
*એક જિજ્ઞાસુ (એમ) પૂછાવે છે–” હું પચીસ વર્ષથી દિગંબર જૈનધર્મમાં છું, ૧૨ વર્ષથી
હંમેશા ભગવાનનાં દર્શન કરું છું; છતાં હજી મને ધર્મની સમજણ નથી; અત્યાર સુધી
બાલબચ્ચાને ઊછર્યા ને ઘરકામમાં જીંદગી કાઢી, હવે બાલવિભાગ તથા દર્શનકથા વાંચ્યા પછી
મને ધર્મમાં ખૂબ જ રસ પડે છે, પણ મારે પહેલેથી શું કરવું ને કેમ આગળ વધવું? તેનો જવાબ
આત્મધર્મમાં દેશો. મારે ત્યાં ધર્મના બધા પુસ્તકો છે. મને ધર્મની ખુબ જ ઈચ્છા છે પણ હજી
સમજણ પડતી નથી, તો સમજણ પડે તેવું લખશોજી.
બહેન, આપના પત્રમાં જિજ્ઞાસા અને મુંઝવણ બંને દેખાઈ આવે છે. પહેલાં તો
હતાશાને કે મુંઝવણને ખંખેરી નાખીને આત્માને ઉત્સાહમાં લાવો કે મારે જીવનમાં ધર્મની
સમજણ કરીને આત્માનું હિત સાધવું જ છે. સાચી જિજ્ઞાસાનું બળ હોય ત્યાં સમજણ શક્તિ
જરૂર ખીલી જાય છે. આ માટે સાક્ષાત્ જ્ઞાનીઓના સત્સંગમાં રહેવાનું બને તો ઉત્તમ. અને તે
સિવાય સાધર્મીનો સંગ વિશેષ ઉપયોગી થશે. શ્રીમ્દ રાજચંદ્રજીનું વચન છે કે ઉલ્લાસિત
વીર્યવાન જીવ આત્માને સાધી શકે છે. પૂર્વે અન્યકાર્યોંમાં કાળ વીત્યો તેનો શોચ કરવો
નકામો છે, કેમ કે જ્યાં સુધી જીવ આરાધક