: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૭ :
ન થાય ત્યાં સુધી બધાય જીવોનો પૂર્વનો અનંતકાળ એ રીતે બાહ્યભાવોમાં જ વીત્યો છે.
જેઓ અંતરભાવ પ્રગટ કરીને આરાધક થયા તેમની બલિહારી છે; જે કાળ ગયો તે ગયો પણ
હવે એક ક્ષણ પણ બાહ્યભાવની પ્રીતિમાં ન વીતે ને સંસારનો રસ છૂટીને આત્મરસ જાગે
એવા લક્ષે વાંચન–વિચાર ને સત્સંગ કર્તવ્ય છે. દેવ–ગુરુનો મહિમા ઓળખવો,
જ્ઞાનીધર્માત્માના ગુણોનું વારંવાર ચિંતન કરવું, મહાપુરુષોના પવિત્ર જીવનને યાદ કરવું ને
અંદર વૈરાગ્યની તીવ્રતા વધારવી. જીવ મક્કમપણે પોતાની આત્મશાંતિ પ્રાપ્ત કરવા માગે તો
તેને તે જરૂર મળે જ.
નો. ૭પ૪ બેંગલોર: आपको व आपके मित्र को धार्मिक चर्चाके लिये धन्यवाद!
आपके मित्रका एड्रेस मिलनेपर उनको भी ‘आमका वृक्ष’ भेज देेंंगे।
* આત્માને મોક્ષ પામવાના માર્ગ કેટલા છે? કેવી રીતે છે? (નં. ૩૪૩)
“એકહોય ત્રણકાળમાં પરમારથનો પંથ” મોક્ષનો માર્ગ એક જ છે, અને તે માર્ગ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ છે.
* પ્ર
૦:– આકાશ મોટું કે જ્ઞાન? (નં. ૪૧૪)
ઉ
૦:– ભાઈ, આકાશમાં જ્ઞાન સમાઈ જાય છે ને જ્ઞાનમાં જ્ઞેયપણે આકાશ સમાઈ જાય
છે. એટલે ક્ષેત્રથી આકાશ મોટું છે, ને ભાવથી જ્ઞાન મોટું છે, આકાશના અવિભાગપ્રદેશો
કરતાં જ્ઞાનના અવિભાગઅંશો અનંતાનંત ગુણા વધારે છે.
* ફત્તેપુરમાં બાલવિભાગની પાઠશાળા:– “ફત્તેપુરથી શ્રી બાબુભાઈ લખે છે કે અહીં
વીરશાસનના પ્રવર્તન દિવસે (અષાડ વદ એકમે) બાલવિભાગ–પાઠશાળા શરૂ કરેલ છે ને
જૈન બાલપોથીનો અભ્યાસ શરૂ કર્યો છે. પાઠશાળાના પચીસ જેટલા બાળકો ઉત્સાહથી
બાલવિભાગમાં જોડાયા છે, તેમનાં નામો આ સાથે મોકલ્યા છે.’ (બડી સાદડી તેમજ
ફત્તેપુરની પાઠશાળાની આ પદ્ધતિ બાળકોને માટે ઉત્સાહપ્રેરક તથા ઉચ્ચ ધાર્મિક સંસ્કાર
રેડનારી છે; ને દરેક ગામને માટે તે અનુકરણીય છે. નાના– મોટા દરેક ગામમાં નિયમિત
જૈનપાઠશાળા ચાલતી હોય તે આવશ્યક છે. –સં)
ફત્તેપુરથી સ. નં. ૧૪૦૨ લખે છે–બાલવિભાગનું ‘આંબાનું ઝાડ જોઈને એમ થાય છે
કે જાણે મોક્ષનાં ફળ નજીક આવ્યા. સુવર્ણપુરીધામમાંથી આવી નવી નવી જાતની યાદગીરી
મલવાથી મારું હૃદય ઘણું ઉલ્લસી રહ્યું છે.”
* આંબાનું ઝાડ અને તેની મીઠી કેરી મળતાં ઘણા વાંચકોએ તેમજ બાલબંધુઓએ પ્રમોદ
વ્યક્ત કર્યો છે. અને લખે છે કે તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાઈ જાય છે, ૧૪ ગુણસ્થાન
પણ સમાઈ જાય છે. અને ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક પુરુષાર્થની પ્રેરણા મળે છે.
*પ્ર:– સૌથી મોટું તીર્થં કયું?
ઉ:– રત્નત્રયસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે; એ તીર્થની યાત્રાવડે સંસારસમુદ્રને
તરાય છે. સમ્મેદશિખર વગેરે તીર્થોની યાત્રા પણ આ રત્નત્રયરૂપ તીર્થના સ્મરણ માટે જ છે.
પ્ર
૦:– “પરમાત્મા” માં કેટલા તીર્થંકર ભગવાનના આંકડા છૂપાયેલ છે? (નં. ૧૬૪–
મુંબઈ)