: ૪૮ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
ઉ
૦:– ભાઈશ્રી, તમે તો ‘પરમાત્મા’ માં ફકત ૨૪ ભગવાન સમાડવા માંગો છો; ખરૂં
ને? પરંતુ અમે તો અનંતા સિદ્ધ ભગવંતો તથા અરિહંત ભગવંતો–એ બધાયને “પરમાત્મા”
માં સમાડીએ છીએ, કેમકે તે બધાય પરમાત્મા છે. ને જો શુદ્ધદ્રષ્ટિથી જોઈએ તો આપણે પણ
એ પરમાત્માની પંક્તિમાં ભેગા છીએ! બોલો, કેવી મજા!
* પ્ર:– આપણે ભગવાનની પૂજા–ભક્તિ–ચિંતન કરીએ તો આપણને આનંદનો
ખજાનો મળી શકે? (નં. ૪૨)
ઉ
૦:– જેમની પૂજા–ભક્તિ કરીએ છીએ તેમના સ્વરૂપને જો ઓળખીએ, અને તેઓ કહે
છે તેમ કરીએ, તો જરૂર આત્માનો મજાનો મળે. (જુઓ, પ્રવચનસાર ગાથા–૮૦)
* (૧) અરૂણાબેન મણિયાર બી. એ. (નં. ૧૩૮૬) મુંબઈથી લખે છે કે–
“સભ્ય બનવામાં ઘણું મોડું થયું, પણ જાગ્યા ત્યારથી સવાર. બાલવિભાગ ખુબજ
આનંદ આપે છે; હું રસપૂર્વક વાંચું છું. આ બાલવિભાગમાં જે અનેરો આનંદ આવે છે તે બી
એ. સુધી ભણવામાં ક્યાંય નહોતો મળ્યો. ‘બાલવિભાગ’ નું નામ નાનું છે પણ મોટેરાંઓને
પણ આનંદ આપે છે. બી. એ. સુધી ભણવા છતાં અહીં તો એકડે એકથી જ શરૂ કરવાનું છે
અને એ એકડામાં જ વધારે આનંદ આવે છે. તો આગળ જતાં કેવો આનંદ આવશે? બીજા
કોઈ પણ ભણતર કરતાં આ જ વધારે મહત્ત્વનું અને ઉપયોગી છે. વરસાદની જેમ
‘આત્મધર્મ’ ની રાહ જોઉં છું.
(૨) જાગૃતિબેન મણિલાલ શેઠ (નં. ૧૩પ૧) મુંબઈથી લખે છે–આત્મધર્મના
બાલવિભાગમાં આટલા બધા સભ્યો થઈ ગયાં ને હું તો પાછળ રહી ગઈ. હવે જલ્દી
આત્માની ઓળખાણ કરીને આગળ વધીશ. આંબાનું ઝાડ જોઈને બહુ ખુશી થઈ; તેમાંથી
સમ્યગ્દર્શન પામવા માટે પુરુષાર્થ કરીશ.
બહેન, તમારી બંનેની ભાવના માટે ધન્યવાદ! તે ભાવના સફળ થાવ. બાકી તમે પણ
બધાય સભ્યોની સાથે જ છો, જરાય પાછળ નથી. સભ્ય નં. ૧ આગળ, ને નં. ૧૩૮૬ પાછળ
એવા ભેદ આપણા બાલવિભાગના પરિવારમાં નથી. બાલવિભાગના સાધર્મી–પરિવારમાં તો
હમ સબ સાથ હૈ– આપણે બધા સાથે જ છીએ. માટે આનંદથી ભાગ લેજો.
* આફ્રિકાથી હમણાં શેઠશ્રી ભગવાનજી કચરાભાઈનો પત્ર આવ્યો છે. ગુરુદેવ પ્રત્યે ઘણો
જ ભક્તિભાવ વ્યક્ત કરીને તેઓ લખે છે કે–આત્મધર્મ વાંચીને ઘણો જ આનંદ આવે છે. તેમાં
ખાસ કરીને બાલવિભાગ દ્વારા બાળકોને સત્ધર્મની પીછાણ કરાવવાની જે ઝુંબેશ ઉપાડી છે તે કાર્ય
વધારે ફળી –ફૂલીને મોટું થાય તો ગુરુદેવે સત્ધર્મની જે બંસરી બજાવી છે તેમાં વૃદ્ધિ થશે. (પત્ર
વિશેષ લાંબો છે. અહીં માત્ર ઉલ્લેખ કર્યો છે.)
* સભ્ય નં. ૧૩૦ નાં પ્રશ્નો:–
પ્ર૦– સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવા કેટલો પુરુષાર્થ જોઈએ? ઉ૦–ઘણો જ.
(૨) પ્ર
૦– તેની શું ક્રિયા છે? ઉ૦–અરિહંત પ્રભુના દ્રવ્ય–ગુણ–પર્યાય જેવા પોતાના
આત્માનો