: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૯ :
નિર્ણય કરવો, સ્વસન્મુખ થઈ પર્યાયને અંતર્લીન કરવી ને દ્રવ્ય–ગુણ–પર્યાયને એકરસપણે
અનુભવવા;–આવા નિર્ણય અને સ્વાનુભૂતિરૂપ ક્રિયા છે.
(૩) પ્ર
૦– સમ્યગ્દર્શન પછી મોક્ષ ક્્યારે મળે છે?
ઉ
૦–જ્ઞાન ને ચારિત્ર પૂરા કરીએ કે તરત જ. એક બાલસભ્યના માતાજી લખે છે કે–
“બાલવિભાગથી બાળકોમાં ધર્મસંસ્કારના બીજ રોપાય છે, અને તેના વડીલોમાં પણ
તત્ત્વતરંગોની અવનવી સમજણ વધી રહી છે. મારો પુત્ર ગુરુદેવનો સાચો ભક્ત બની
વીતરાગધર્મ પ્રગટ કરે એ જ અભ્યર્થના; એના માતા–પિતા તરીકે અમે પણ ગૌરવ
અનુભવીએ છીએ. ને ભવિષ્યમાં ગુરુદેવના સાન્નિધ્યમાં જીવન વીતાવીએ એવી ભાવના
ભાવીએ છીએ.”
* સુરેન્દ્રનગરથી આપણી સંસ્થાના માનનીય ટ્રસ્ટી શ્રી મગનભાઈએ એક પત્ર દ્વારા
પોતાનો પ્રેમ અને પ્રસન્નતા વ્યક્ત કરેલ છે.
આભાર નોંધ:–
ખૂબ જ વિકસી રહેલા આપણા બાલવિભાગમાં સભ્યપત્રક (આંબાનું ઝાડ) તથા
જન્મદિવસના અભિનંદનના કાર્ડ સંબંધી યોજનામાં મુંબઈના સુપ્રસિદ્ધ ગુજરાતી–સાપ્તાહિક
‘જન્મભૂમિ–પ્રવાસી’ નો ‘બાલજગત’ વિભાગ કેટલીક પ્રેરણારૂપ બન્યો છે, તે બદલ તે
પત્રનો તથા તેના સંપાદકશ્રીનો આભાર માનીએ છીએ. –સં.
* સ. નં. ૧૪૬૮ લીલાબેન જૈન (સાયલા રાજસ્થાન) તરફથી સન્દેશ છે કે
બાલવિભાગ વાંચીને ઘણો હર્ષ થયો. મારા સાધર્મી બાલમિત્રોને કોઈ પુસ્તક ભેટ અપાય
તેમાં વાપરવા માટે રૂા. ૧૦૧ મારા તરફથી મોકલું છું–તે સ્વીકારશોજી.
આપનો પત્ર મળ્યો છે–
“વાંચકો સાથે વાતચીત” ના આ વિભાગમાં સેંકડો સભ્યોના તેમજ બીજા અનેક
જિજ્ઞાસુઓના પત્રો મળ્યા છે; ને તેમાંથી આત્મધર્મમાં લેવા યોગ્ય હોય તે લીધું છે. દર મહિને
બાલમિત્રોના ૪૦૦ જેટલા પત્રો આવે છે, તે બધા સમાઈ શકતા નથી એટલે તેમાંથી
ઉપયોગી હોય તે પસંદ કરીને લેવાય છે. વ્યક્તિગત જવાબ લખવા જેવું હોય તેને જુદો
જવાબ લખાય છે.
આ વિભાગની વિવિધતાને લીધે બધા જિજ્ઞાસુઓને આ વિભાગ ગમ્યો છે, ને સૌ
ઉત્સાહપૂર્વક તેમાં સાથ આપી રહ્યા છે. વિચારોની આપ–લે દ્વારા સાધર્મીઓને એકબીજા સાથે
વાત્સલ્યથી સાંકળવા માટે આ વિભાગ વિશેષ ઉપયોગી નીવડયો છે. (કેટલાક સભ્યોનાં
પત્રો હજી પડયા છે, જે હવે પછી લઈશું.)
+ સરવાળા ને – બાદબાકી
જ્ઞાન+વૈરાગ્ય+ધ્યાન = કેવળજ્ઞાન
જ્ઞાન–વૈરાગ્ય = ૦
રત્નત્રય–સમ્યગ્દર્શન = ૦
આત્મા+મોહ = સંસાર
આત્મા–વિભાવ = મોક્ષ
જ્ઞાન+ધ્યાન = આનંદ