: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૭ :
નથી પણ અભેદસ્વરૂપ આત્મા બતાવવાનો આશય છે; ને શિષ્ય તે આશય પકડી,
ભેદના વિકલ્પનું અવલંબન છોડીને અભેદસ્વરૂપ એક આત્માને તત્કાળ અનુભવમાં
લઈ લ્યે છે.
सद्य એટલે તુરત જ આનંદપૂર્વક આત્માને અનુભવે છે,–એટલે કે ગુરુના
સાન્નિધ્યમાં જ અધિગમજ સમ્યક્ત્વ પામે છે એવી વાત લીધી છે.
સમજતાં શું થાય છે? કે અંતરમાં તત્કાળ આનંદ ઉત્પન્ન થાય છે ને સુંદર–
મનોહર બોધતરંગ ઊછળે છે. આનંદ અને જ્ઞાનતરંગ બંને સાથે લીધા. પહેલા ‘આનંદ’
કહીને તેની વાત કરી. ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વની સાથે આવો અત્યંત આનંદ ઉત્પન્ન
થાય છે, ને સમ્યગ્જ્ઞાનના મનોહર તરંગ ઊછળે છે, જ્ઞાનકલા ખીલે છે. શિષ્ય તત્કાળ
આવો આનંદ પ્રગટ કરીને, સુંદર જ્ઞાનતરંગ વડે આત્મસ્વરૂપ સમજી જાય છે.
જુઓ તો ખરા, શિષ્યની તૈયારી કેટલી! ટૂંકામાં બધો સાર (–બાર અંગનો
સાર) સમજીને તરત આનંદસહિત આત્માનો અનુભવ કરી લીધો.
‘દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ આત્મા છે’ એટલા ઉપદેશવડે શિષ્ય પરમાર્થ આત્માને સમજી
ગયો. આટલો ભેદ વચ્ચે આવ્યો, પણ તેનું અવલંબન છોડીને શિષ્ય પરમાર્થને સમજી ગયો.
સમજતાં શું થયું? કે અત્યંત આનંદનો અનુભવ થયો. ને સુંદર–મનોહર એવા
સમ્યગ્જ્ઞાન તરંગ ઊછળ્યા. અહા, જાણે આનંદના દરિયા ઊછળ્યા. પરભાવોથી આત્મા
જુદો પડી ગયો, ભેદનું અવલંબન છૂટી ગયું ને અભેદ જ્ઞાયકભાવમાત્ર આત્મા
અનુભવમાં આવ્યો. આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ થયું. સમ્યગ્દર્શન પ્રગટ થવાનું આ
અપૂર્વ વર્ણન છે. સમ્યગ્દર્શન પ્રગટવાના કાળે આત્મામાં શું થાય છે તે આચાર્યદેવે
બતાવ્યું છે; ને પરમાર્થ આત્માને સમજવાની અલૌકિક રીત બતાવી છે.
આવા આત્માનો જે અનુભવ કરવા માંગે છે તે જીવને શુદ્ધનયના વિષયરૂપ શુદ્ધ
આત્માનો જ મહિમા છે; તેને બહારની કોઈ ક્રિયાનો મહિમા નથી, ને અંદર ગુણભેદના
વિકલ્પનોય મહિમા એને નથી. એ તો બધા અશુદ્ધનયના વિષયો છે. અંદરમાં
શુદ્ધનયના વિષયરૂપ જે એકાકાર જ્ઞાયક આત્મા તેને જ તે અનુભવમાં લેવા માંગે છે.
અજ્ઞાની જીવો આવા શુદ્ધ આત્માને જાણતા નથી, પણ અશુદ્ધનયના વિષયને જ
તે આત્મા તરીકે અનુભવે છે. એવા જીવને સમજાવવા “જ્ઞાન તે આત્મા આનંદ તે
આત્મા” એમ ગુણ–ગુણીભેદદ્વારા ઉપદેશ કર્યો, ત્યાં પ્રયોજન ભેદના વિકલ્પનું નથી,
અભેદ આત્માનું લક્ષ કરાવવાનું જ પ્રયોજન છે. ને એવા આત્માને લક્ષમાં લઈને સમજે
ત્યારે સમ્યગ્જ્ઞાનના ને આનંદના તરંગ ઊછળે છે.–એ રીતે સમ્યગ્દર્શન પામે છે.
આત્માને સમજ્યાની નિશાન
આત્માના અનુભવનું આ ખાસ લક્ષણ અને ટ્રેડમાર્ક છે કે અત્યંત આનંદથી એના