Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 49

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
* ગમે તેવો ઉપદ્રવ આવે તોપણ પોતાના ચૈતન્યના ચિંતનથી ચ્યૂત ન થવું ને
વિષયકષાયોરૂપી ચોરને ઉપયોગઘરમાં પ્રવેશવા ન દેવા તે તપ છે. આ તપ
વિષયકષાયોરૂપી ચોરથી પોતાના રત્નત્રયરૂપી ધનને બચાવવા માટે મહાન
યોદ્ધાસમાન રક્ષક છે, ને આનંદનો દાતાર છે.
* સ્વસંવેદનમાં આવેલો શુદ્ધ આત્મા તે જ મારો છે. બીજું કાંઈ પણ મારું નથી,–
એમ શુદ્ધાત્મા સિવાય સર્વત્ર મમત્વનો અભાવ તે ત્યાગધર્મ છે. શ્રુતનું પ્રવચન,
શાસ્ત્રદાન વગેરે પણ આ ત્યાગધર્મના પોષક છે.
* શુદ્ધ ચૈતન્ય એક જ મારો છે, બીજું કિંચિત્ત્ મારું નથી, આવી અકિંચનરૂપ
ચૈતન્યભાવના વડે દેહાદિ સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે મમત્વનો ત્યાગ તે અકિંચનધર્મ છે.
* બ્રહ્મસ્વરૂપ આત્માના આનંદના અતીન્દ્રિય સ્વાદના બળે બાહ્ય વિષયોમાંથી
વૃત્તિ જ ઊડી જવી તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે. વિશુદ્ધ બુદ્ધિના બળે એવી નિર્વિકાર
ભાવના થઈ જાય કે દેવી લલચાવે તોપણ વિકારની વૃત્તિ ન થાય ને માતા કે
બહેનવત્ નિર્વિકાર ભાવના રહ્યા કરે; એવા જીવને ઉત્તમ બ્રહ્મચર્ય છે.
ઉત્તમક્ષમાદિક આ દશ ધર્મને આરાધનારા સન્તોને અત્યંત ભક્તિપૂર્વક
આરાધીએ, અને તેમના જેવી આરાધનાના દીવડા આત્મામાં પ્રગટ કરીએ....એ
જ ભાવના.
આ સિંહ અને સર્પ છે કે–અરે મનુષ્યો! અમે તીર્યંચ
હોવા છતાં, આ ભગવાન સર્વજ્ઞદેવના માર્ગની પરમ
ભક્તિપૂર્વક ઉપાસના વડે સમ્યક્ત્વ પામીને આત્માને
અનુભવીએ છીએ, તીર્યંચપણું ભૂલીને સિદ્ધ જેવો અનુભવ
કરીએ છીએ....તો તમે તો મનુષ્ય છો.....તમે પણ આવો
અનુભવ કેમ નથી કરતા! અમે સિંહ અને સર્પ જગતમાં કૂ્રર
ગણાઈએ છતાં ભગવાનની વાણીના પ્રતાપે ફ્રૂરરસ છોડીને
પરમ શાંતરસને પામ્યા.....તો તમે તો ભગવાનની જેમ
મનુષ્ય છો....કષાયનો કલુષરસ છોડીને ચૈતન્યના પરમ ઉપશાંતરસને અનુભવો.
સિંહ અને સર્પની આ વાત સાંભળીને બાલવિભાગના સભ્યો કહે છે કે વાહ! વનરાજ!
અને સર્પરાજ! તમે બંને તીર્યંચ ગતિમાં હોવા છતાં, કેવા ભક્તિભાવપૂર્વક ભગવાનની સેવા કરી
રહ્યા છો! ને ધર્મની આરાધના કરી રહ્યા છો! તમને ધન્ય છે. તિર્યંચ હોવા છતાં તમે અમારા
સાધર્મી બન્યા છો. તમને દેખીને અમનેય ધર્મની પ્રેરણા અને વાત્સલ્યભાવ જાગે છે.