Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 49

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
છઠ્ઠી–સાતમી ગાથાવડે જ્ઞાયકસ્વભાવ સાંભળીને
શિષ્યને સમ્યક્ત્વ થવાનું અપૂર્વ વર્ણન
આચાર્યદેવે ગાથા ૬–૭માં જ્ઞાયકભાવ બતાવતાં કહ્યું કે જેમાં અશુદ્ધતા નથી,
જેમાં પર્યાયભેદ નથી ને જેમાં દર્શન–જ્ઞાન–ચારિત્રના ગુણભેદ નથી એવો શુદ્ધ જ્ઞાયક
આત્મા છે, ને તે શુદ્ધનયનો વિષય છે. ભેદરૂપ જે વ્યવહાર છે તેના અવલંબને
શુદ્ધઆત્માને જણાતો નથી. હવે આવા શુદ્ધ આત્માને જાણવાના જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન
ઊઠે છે કે પ્રભો! આવા પરમાર્થરૂપ શુદ્ધઆત્માનો એકનો જ ઉપદેશ દેવો હતો, વચ્ચે
અનેક ભેદરૂપ વ્યવહાર કેમ કહ્યો? તેના ઉત્તરમાં આઠમી ગાથામાં આચાર્યદેવ કહે છે કે
જેમ આર્યભાષા નહિ જાણનાર કોઈ અનાર્યને સમજાવવા માટે અનાર્યભાષામાં કહેવું
પડે છે તેમ પરમાર્થ એક સ્વભાવનો જે અજાણ છે એવા જિજ્ઞાસુ શિષ્યને તે સ્વભાવ
સમજાવવા માટે એક અભેદ આત્મામાં ગુણ ભેદ ઉપજાવીને સમજાવ્યું કે જે જ્ઞાન–દર્શન–
ચારિત્રસ્વરૂપ છે તે આત્મા છે. ત્યાં શિષ્ય તે ગુણભેદના વિકલ્પમાં અટકતો નથી પણ
આચાર્યનો આશય સમજીને અભેદ આત્માને અનુભવમાં લ્યે છે.
સમયસારમાં આચાર્ય ભગવાન જે શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવવા માંગે છે તે
શુદ્ધાત્મસ્વરૂપ સમજવાની જિજ્ઞાસાવાળો શિષ્ય અંતરમાં કયા પ્રકારે સમજી જાય છે, ને
તે સમજતા તેના અંતરમાં જ્ઞાન–આનંદના કેવા સુંદર તરંગ ઊછળે છે–એ વાત
અલૌકિક પ્રકારે આઠમી ગાથામાં બતાવી છે. જે શિષ્ય અંતેવાસી થયો છે એટલે કે
સમજવાનો જિજ્ઞાસુ થઈને ‘નજીક’ આવ્યો છે તેને આચાર્યદેવ સમજાવે છે.
અંતેવાસી:– શિષ્ય અંતેવાસી છે, તે બે પ્રકારે નજીક છે, એક તો શુદ્ધઆત્માનું
શ્રવણ કરવા આવ્યો છે એટલે ક્ષેત્રથી અંતેવાસી થયો છે; ને અંતરમાં પાત્રતા પ્રગટ
કરીને ભાવથી પણ નજીક થયો છે, આવા અંતેવાસી શિષ્યને ‘દર્શન–જ્ઞાન–ચારિત્ર’
સ્વરૂપ આત્મા છે’ એમ અભેદમાં ભેદ ઉપજાવીને પરમાર્થસ્વરૂપનો ઉપદેશ આપ્યો. ત્યાં
બતાવવો છે અખંડ આત્મા, કાંઈ ભેદ બતાવવો નથી. પણ અભેદસ્વરૂપ સમજવા જતાં
વચ્ચે એટલો ભેદ આવ્યા વગર રહેતો નથી.
આ સમયસારની પારાયણ છે. સમયસાર એ ભરતક્ષેત્રનું મહાન ભાગવત છે;
પાત્ર થઈને સાંભળે તે ભગવાન થઈ જાય–એવી આ વાત છે. ભગવાન પાસેથી
સાંભળીને કુંદકુંદાચાર્યદેવે આ મહાન શાસ્ત્ર રચ્યું છે, તેથી આ