Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 45

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૯ :
જાતિસ્મરણજ્ઞાન થાય છે, ને મુનિવરોના ચરણોદકમાં પડે છે ત્યાં તેનું શરીર પણ સુંદર
સોના જેવું થઈ જાય છે...પછી તો તે વ્રતધારી શ્રાવક થાય છે......ને સ્વર્ગમાં જાય છે.
અહીં તો એમ બતાવવું છે કે કાંઈ તે પક્ષીના શરીરથી આહારદાનની ક્રિયા નહોતી થઈ,
પણ તેને તેના અનુમોદનની ભાવના કરી, તો તે ભાવનાનું ફળ આવ્યું. તે તો
શુભભાવની વાત છે. એ પ્રમાણે જેને ચિદાનંદ સ્વરૂપ આત્મામાં જ આત્મભાવના છે તે
મુક્તિ પામે છે, ને જેને રાગની તથા દેહાદિની ભાવના છે, તેમાં જ આત્મબુદ્ધિ છે તે
જીવ દેહને ધારણ કરીને જન્મ–મરણ કરે છે. આ રીતે જે જીવ શુદ્ધાત્માને જાણીને તેની
ભાવના ભાવે છે તે શુદ્ધાત્મદશાને પામે છે, અને જે અશુદ્ધઆત્માને (રાગાદિને તથા
દેહાદિને) ભાવે છે તે અશુદ્ધ આત્માને જ પામે છે એટલે કે મિથ્યાદ્રષ્ટિપણે ભવભ્રમણમાં
રખડે છે. આ રીતે પોતાની ભાવના–અનુસાર ભવ કે મોક્ષ થાય છે. પણ ભાવના શ્રદ્ધા–
અનુસાર હોય છે. શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપ આત્મા હું છું–એવી જેને શુદ્ધાત્માની શ્રદ્ધા છે તે
જીવ તેની જ ભાવનાથી મુક્તિ પામે છે, અને દેહ તે જ હું–રાગાદિ તે હું’ એવી જેની
મિથ્યાશ્રદ્ધા છે તે જીવ તે રાગાદિની જ ભાવનાથી ભવમાં રખડે છે. જેને શુદ્ધઆત્માની
ભાવના નથી તેને દેહની જ ભાવના છે, દેહને ધારણ કરવાના કારણોને જ તે સેવી રહ્યો
છે, તેથી તે દેહને જ ધારણ કરે છે. જ્ઞાની તો શુદ્ધઆત્માને જ પોતાનો જાણીને,
શુદ્ધાત્માનું જ સેવન કરીને મુક્તિ પામે છે.
આ રીતે જીવની ભાવના જ ભવ–મોક્ષનું કારણ છે, એ સિવાય કર્મ કે ગુરુ તે
કોઈ ખરેખર ભવ મોક્ષનાં કારણ નથી. આમ જાણીને દેહાદિથી ભિન્ન પોતાના
શુદ્ધસ્વરૂપની ભાવના મુમુક્ષુએ કરવી.
।। ૭૪।।
जय जिनेन्द्र
જ્યાં ધર્મપ્રસંગે ભીડ પડે ત્યાં તન–મન–
ધન અર્પી દેતાં ધર્મી ઝાલ્યો ન રહે, એને કે’વું નો
પડે કે ભાઈ! તમે આટલું કરો ને! પણ સંઘ ઉપર,
ધર્મ ઉપર કે સાધર્મી ઉપર જ્યાં ભીડનો પ્રસંગ
આવ્યો ને જરૂર પડી ત્યાં ધર્માત્મા પોતાની સર્વ
શક્તિથી તૈયાર જ હોય. જેમ રણસંગ્રામમાં
રજપૂતનું શૌર્ય છૂપે નહિ તેમ ધર્મપ્રસંગમાં
ધર્માત્માનો ઉત્સાહ છાનો ન રહે. એવો સહજ
ધર્મપ્રેમ તેને હોય છે.