Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
અનુભૂતિની ક્રિયા
પર્યાયમાં અશુદ્ધતા હોવાછતાં, શુદ્ધાત્માના અનુભવની રીત
ભાઈ, જ્યારે જો ત્યારે તારા અંતરમાં
આવો શુદ્ધ આત્મા પ્રકાશમાન છે, એકક્ષણ પણ
તેનો વિરહ નથી. જેમ ત્રિકાળને જાણનારા એવા
સર્વજ્ઞનો ત્રણકાળમાં કદી વિરહ નથી, તેમ
આત્માના શુદ્ધસ્વરૂપનો કદી વિરહ નથી, દ્રષ્ટિ
ખોલીને દેખ એટલી જ વાર છે; શુદ્ધનયરૂપી આંખ
ઊઘાડીને જો, તો આત્મા શુદ્ધસ્વરૂપે પ્રકાશી રહ્યો
છે. આવા આત્માના અનુભવની ક્રિયા અહીં
આચાર્યદેવે સમજાવી છે. આ અનુભૂતિની ક્રિયામાં
મોક્ષમાર્ગ સમાય છે.
શુદ્ધનયના વિષયરૂપ આત્મા કેવો છે તે પ્રગટ કરે છે, સમસ્ત પરભાવોથી જે
ભિન્ન છે, જે પોતાથી સમસ્તપ્રકારે પૂર્ણ છે, જેને આદિ અંત નથી, જે એકરૂપ છે,
સમસ્ત સંકલ્પ વિકલ્પની જાળનો જ્યાં વિલય થઈ ગયો છે–આવા આત્મસ્વભાવને
પ્રકાશમાન કરતો થકો શુદ્ધનય ઉદય પામે છે. જુઓ, આવા આત્માની અનુભૂતિ અને
પ્રતીત તે સમ્યગ્દર્શન છે.
કર્મનો ઉદય તે તો પરદ્રવ્યમાં ગયો, ને તે ઉદય તરફના રાગાદિ ભાવો તે
પરભાવો છે; આવા પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્ન જ્ઞાયકભાવમાત્ર આત્મસ્વભાવ
છે, તે સ્વભાવને શુદ્ધનય પ્રકાશે છે. પરદ્રવ્યો, તેના ભાવો તથા તેના નિમિત્તે થતા
રાગાદિ વિકારો એ બધાય આત્મસ્વભાવથી અન્ય હોવાથી પરભાવો છે; તે પરભાવોથી
તો જુદો; અને નિજસ્વભાવથી પરિપૂર્ણ,–એવો શુદ્ધઆત્મા છે. આવા શુદ્ધાત્માનો
અનુભવ શુદ્ધનયવડે થાય છે. આને જ શુદ્ધજીવતત્ત્વ કહેવાય છે.
શુદ્ધનય પોતે નિર્મળપર્યાય છે; તે ભૂતાર્થ અભેદ આત્માને દેખે છે; તેની સાથે
અભેદ કરીને તેને જ શુદ્ધનય કહી દીધો, અનાદિઅનંત એકરૂપ પારિણામિક
પરમજ્ઞાનસ્વભાવે વર્તતો જે ભૂતાર્થસ્વભાવ, તેને અનુભવનારો ‘શુદ્ધનય