Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 45

background image
: ૧૪ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
આત્મસ્વભાવની અનુભૂતિમાં તેના સર્વે ગુણોના
નિર્મળકાર્યની પ્રતીત ભેગી સમાઈ જાય છે
ભાદરવા સુદ ૧૨ (સં. ૨૦૨૨) ના રોજ
આ ‘ઉત્પાદવ્યયધ્રુવત્વ શક્તિ’ ઉપરના વિશેષ
મંથનથી પૂ. ગુરુદેવે પ્રવચનમાં જે ખાસ ભાવો
કહ્યા તેનો સાર અહીં આપવામાં આવ્યો છે.
આત્માની ૪૭ શક્તિમાં ઉત્પાદવ્યયધ્રુવત્વ નામની એક શક્તિ છે. ક્રમપ્રવૃત્તિ
એટલે ઉત્પાદ–વ્યય, ને અક્રમપ્રવૃત્તિ એટલે ધ્રુવતા, આત્માના સ્વભાવને દ્રષ્ટિમાં
લેનારને આવા ક્રમ–અક્રમ સ્વભાવનો નિર્ણય પણ થઈ જાય છે. સર્વજ્ઞદેવે ત્રણકાળ
જાણ્યા માટે ક્્રમબદ્ધપર્યાય થાય–એમ સર્વજ્ઞતાના આધારે તો ક્રમબદ્ધપર્યાયની સિદ્ધિ
થાય જ છે, પણ અહીં તો આત્માની જ શક્તિના આધારે ક્રમબદ્ધપર્યાયની સિદ્ધિ થાય
છે, તે વાત આજે બપોરના મંથનમાં આવી, તે અત્યારે કહેવાય છે.
અનંતશક્તિસમ્પન્ન આત્માને અનુભવમાં લેતાં તેની આ ઉત્પાદ–વ્યય–
ધ્રુવત્વશક્તિ પણ પ્રતીતમાં આવી જ ગઈ, ને તેની પ્રતીત થતાં અક્રમરૂપ ગુણ ને ક્રમરૂપ
પર્યાય તે પણ પ્રતીતમાં આવી જ ગયા. આ રીતે ઉત્પાદવ્યયધ્રુવત્વ શક્તિવડે પણ
ક્રમબદ્ધપર્યાય સિદ્ધ થઈ જાય છે. આમ તો આ ક્રમબદ્ધપર્યાયની વાત ઘણા ન્યાયથી
આવી ગયેલી છે, પણ આજે આ જુદી ઢબથી કહેવાય છે. દ્રવ્યમાં જ એવી શક્તિ છે કે
પર્યાયો ક્રમેક્રમે પ્રવર્તે, ને ગુણો એકસાથે અક્રમે રહે. એટલે દ્રવ્યસ્વભાવની પ્રતીતમાં
એની પ્રતીત પણ આવી જાય છે.
ક્રમ–અક્રમવર્તનરૂપ જે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ સ્વભાવ, તે સ્વભાવનો નિર્ણય
કરનારની દ્રષ્ટિ ક્યાં જાય છે?–આત્માના સ્વભાવમાં જાય છે, કેમકે આત્માના
સ્વભાવની દ્રષ્ટિથી જ તેના ધર્મનો સાચો નિર્ણય થાય છે. એકેક ગુણના ભેદના લક્ષે
યથાર્થ નિર્ણય થતો નથી. ગુણ કોનો? કે ગુણીનો; તે ગુણી એવા આત્મદ્રવ્ય