નિર્ણય થાય નહિ. આત્મા ઉપર દ્રષ્ટિ રાખીને આત્માના ધર્મનો નિર્ણય થાય, પણ બીજે
ક્યાંય દ્રષ્ટિ રાખીને આત્માના ધર્મનો નિર્ણય થઈ શકે નહિ. આત્માને પ્રતીતમાં લેતાં
તેનો ઉત્પાદ–વ્યયધ્રુવસ્વભાવ પણ પ્રતીતમાં આવી જાય છે, એટલે તેમાં અક્રમરૂપ ગુણ
ને ક્રમરૂપ વર્તતી પર્યાય પણ પ્રતીતમાં આવી જ ગઈ.
ધર્મવાળા આત્માને દ્રષ્ટિમાં લીધો તેને ક્રમબદ્ધપર્યાય પણ ભેગી પ્રતીતમાં આવી જ ગઈ,
કેમકે તેવો સ્વભાવ આત્માની શક્તિમાં સમાયેલો છે.
આત્મા માન્યો જ નથી. આત્મા ઉપર દ્રષ્ટિ જતાં તેના અક્રમગુણોની ને તેની ક્રમવર્તી
પર્યાયોની પ્રતીત થઈ જ જાય છે. અને આવા દ્રવ્યની દ્રષ્ટિનું ફળ સમ્યગ્દર્શન છે, તેમાં
રાગનું અકર્તાપણું પણ સમાઈ જાય છે. ‘મારા દ્રવ્યનો આવો ધર્મ છે કે ક્રમે અને અક્રમે
વર્તે’–આમ નક્કી કરવા જતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, ને દ્રવ્યની દ્રષ્ટિથી સમ્યગ્દર્શન
થાય છે. એટલે સમ્યગ્દર્શન થતાં જ ક્રમબદ્ધની ખરી પ્રતીત થાય છે; ને આત્મા રાગાદિ
પરભાવોના અકર્તાપણે પરિણમે છે.
દ્રવ્યના બધા ગુણો અનાદિઅનંત ક્રમ–અક્રમરૂપ વર્તતા પ્રતીતમાં આવ્યા. પર્યાયરૂપે ક્રમે
પરિણમવું ને ગુણરૂપે અક્રમે રહેવું–એવો મારો સ્વભાવ છે,–એમ બંને વાત દ્રવ્યદ્રષ્ટિમાં
ભેગી સમાઈ જ ગઈ.