: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૨૧ :
અહા, એ દ્રશ્યો કેવા હશે!! –કે જ્યારે નાનકડા વૈરાગી રાજકુમારો રજા માગે ને
ધર્મી માતા આવી રીતે તેને રજા આપતી હોય!
અહીં એક પ્રસંગને યાદ કરીને ગુરુદેવે કહ્યું: એક માણસને દીક્ષા લેવાની ભાવના
જાગી; તેની સ્ત્રી તથા માતા વગેરે રુએ ને રજા ન આપે. ત્યારે દિક્ષાની ભાવનાથી તે
માણસને ખૂબ રોવું આવ્યું. તેની મા આ જોઈ ન શકી, ને કહ્યું–ભાઈ, તું રડીશ માં! હું
તને દીક્ષા લેવાની રજા આપીશ. –આવા પ્રસંગને યાદ કરીને ગુરુદેવ ઘણા વૈરાગ્યથી
એક કડી બોલ્યા. જેમાં લગભગ આવા ભાવો હતા કે–
‘મા, જો તું રજાઆપે...તો સંયમના માર્ગે સંચરું.’
(સુખ–દુઃખના સ્વરૂપસંબંધી ચર્ચા)
જ્ઞાનસ્વરૂપી આત્મા પોતે સુખસ્વરૂપ છે; તેને બહારના આશ્રયે થતા રાગાદિ
આકુળભાવો તે દુઃખ છે.
સંયોગથી દુઃખ કે સંયોગથી સુખ માનનારાને આત્માના ઈન્દ્રિયાતીત
સુખસ્વભાવની ખબર નથી. સાતમી નરકમાં જે દુઃખ છે તે દુઃખ સંયોગોનું નથી પણ
પોતાના વિભાવની આકુળતાથી જ તે જીવ દુઃખી છે. જેમ દુઃખ સંયોગથી નથી તેમ સુખ
પણ કોઈ સંયોગથી નથી. મિથ્યાત્વાદિ ભાવો તે દુઃખરૂપ છે ને સમ્યક્ત્વાદિ ભાવો
સુખરૂપ છે. સુખ તે સ્વભાવ છે, દુઃખ તે વિભાવ છે, ને સંયોગ તો બંનેથી ભિન્ન છે.
બહારના સંયોગથી જે દુઃખ માને છે, તે સુખ પણ બહારના સંયોગથી જ માનશે,
એટલે સંયોગ વગરના અતીન્દ્રિય સુખની શ્રદ્ધા તેને નહિ થાય. દ્રષ્ટાંત–બટેટાની એકેક
કણિમાં અનંતા જીવો છે, તેઓ મોહભાવની તીવ્રતાથી મહા દુઃખી છે. ત્યાં ધગધગતી
સોય તેમાં ભોંકાય ને અનંત જીવો મરી જાય કે દુઃખી થાય,–ત્યાં તે સોયના સંયોગને
કારણે તે જીવોને દુઃખ છે–એમ સંયોગથી દુઃખ માનનાર જીવ દુઃખના સાચા સ્વરૂપને
ઓળખતો નથી. દુઃખ એને સંયોગનું નથી, એના ઊંધા ભાવનું દુઃખ છે. (એ જ પ્રમાણે
સાતમી નરક વગેરેમાં પણ સમજવું.)
તેવી જ રીતે સુખ પણ સંયોગનું નથી. અતીન્દ્રિય સુખ આત્માના સ્વરૂપમાં છે. તે
અતીન્દ્રિયસુખનો સ્વાદ જે ચાખે તે જ સુખના ને દુઃખના સાચા સ્વરૂપને ઓળખી શકે; ને
સંયોગથી સુખ–દુઃખ તે માને નહિ. અજ્ઞાનીને તો સુખનીયે ખબર નથી ને દુઃખના પણ