: ૨૨ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
ખરા સ્વરૂપને તે જાણતો નથી. (દુઃખને વેદે છે ખરો, પણ તેના સ્વરૂપને તે જાણતો
નથી કે આ દુઃખ શેનું છે! સુખને તો તે વેદતોય નથી ને તેનું સ્વરૂપ પણ જાણતો
નથી.)
જેમ, આત્માના સ્વરૂપને જાણે તેને જ બંધના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય;
આત્માના અબંધસ્વભાવને અનુભવ્યા વગર બંધનું પણ સાચું જ્ઞાન ન થાય. તેમ
આત્માના અતીન્દ્રિયસુખને જે જાણે તે જ દુઃખના સ્વરૂપને ઓળખે; સુખના અનુભવ
વગર દુઃખનુંય સાચું જ્ઞાન થાય નહિ.
વાહ, જુઓ તો ખરા વસ્તુસ્થિતિ! નિશ્ચય વગરનો વ્યવહાર સાચો નહિ–એ
રહસ્ય પણ આમાં આવી ગયું.
આત્માનો સ્વભાવ એવો છે કે જેને જાણતાં જાણનારને સુખ થાય; પરદ્રવ્યમાં
એવો સ્વભાવ નથી. પરદ્રવ્યમાં સુખ નથી ને તેને જાણતાં જાણનારનેય સુખ નથી.
આત્મામાં સુખ છે ને તેને જાણતાં જાણનારને પણ સુખ છે.–આવો સ્વભાવ આત્મામાં
જ છે માટે આત્મા જ ‘સાર’ છે. એ વાત પહેલા જ કળશની ટીકામાં (નમ: સમયસાર
નો અર્થ કરતાં) શ્રી પં. રાજમલ્લજીએ કરી છે.
રે જીવ! આ જરાક દુઃખ પણ તારાથી સહન થતું નથી તો આના કરતાં મહાન
તીવ્રદુઃખો જેનાથી ભોગવવા પડે–એવા ઊંધાભાવને તું કેમ સેવી રહ્યો છે!
જો તને દુઃખનો ખરો ભય હોય તો તે દુઃખના કારણરૂપ એવા મિથ્યાત્વાદિ ઊંધા
ભાવોને તું શીઘ્ર છોડ.
નબળી આંખ કોની? * આંખ ઊઘડી!!
બે માણસો વાત કરતા હતા.
એક માણસે કહ્યું–હું સોયમાં દોરો પરોવી શક્તો નથી.
બીજો માણસ કહે–ત્યારે તમારી આંખ નબળી હશે! આંખે બરાબર સૂઝતું નહિ
હોય! હું તો એક સેકંડમાં દોરો પરોવી દઉં.