Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૨૩ :
પહેલો માણસ કહે–ભાઈ, નબળી આંખ તો તારી છે, મારી આંખ તો કાંઈ
નબળી નથી.
બીજો માણસ આશ્ચર્ય પામીને કહે–એમ કેમ કહો છો?
પહેલો માણસ કહે–સાંભળ ભાઈ! મારી તો આંખ જડ–ચેતનની ભિન્નતારૂપ
યથાર્થ વસ્તુસ્વરૂપને જોઈ શકે છે, એટલે તે તો કાંઈ નબળી નથી; તે તો
અતીન્દ્રિયસ્વરૂપને પણ જાણી લ્યે એવી બળવાન છે! નબળી આંખ તો તારી છે કે જે
યથાર્થ વસ્તુસ્વરૂપને જોઈ શક્તી નથી. જડ શું, ચેતન શું, બંનેની ભિન્ન ભિન્ન ક્રિયાઓ
ક્યા પ્રકારે થાય છે–એ બધાને મારી આંખો (જ્ઞાનચક્ષુ) દેખી લ્યે છે એટલે તે તો
નિર્દોષ છે. સોય શું દોરો શું, આત્મા શું,–તે દરેકની ભિન્નભિન્ન ક્રિયાઓ શું, તેને તારી
આંખ દેખતી નથી, અજ્ઞાનદોષથી દુષિત તારા ચક્ષુ જડ–ચેતનને ભિન્નભિન્ન દેખી
શક્તા નથી ને દ્રષ્ટિદોષથી એકબીજામાં ભેળવી દે છે; તેથી તારા ચક્ષુ જ નબળા છે,
મારા નહિ.
તેની આ વાત સાંભળીને બીજા માણસની આંખ ઊઘડી ગઈ, ને તેણે કહ્યું–અહો,
તમે મને ખરી આંખ આપી! પહેલાં હું અંધ હતો એટલે જડથી ભિન્ન મારા અસ્તિત્વને
હું દેખી શકતો ન હતો...હવે મારી આંખ ઊઘડી, જ્ઞાનચક્ષુ ખુલ્યા, ને જડથી ભિન્ન મારું
જ્ઞાનસ્વરૂપ મને દેખાયું. હું તો જ્ઞાન છું. ‘ખરેખર, સોયમાં દોરો હું પરોવી શક્તો નથી.’
–એ જડની ક્રિયાનો કર્તા હું કેમ હોઉં.?
આત્માર્થીની નિસ્પૃહતા (બે જ્ઞાનીની વાત) (ચર્ચા ચાલુ)
સૂર્ય આપણને પ્રકાશ આપે છે. બે જ્ઞાની વાત કરતા હતા.
એક કહે–સૂર્ય મરી જાય તો શું થાય?
બીજો કહે–તો ચન્દ્ર તો છે ને!
ચંદ્ર મરે તો? ...........તારા તો છે ને!
તારા મરે તો? .........દીવો તો છે ને!
દીવો ય ન હોય તો? ......તો આ સ્વયંપ્રકાશી આત્મા તો છે ને!
‘સ્વયંપ્રકાશી આત્માને બીજા પ્રકાશની ક્યાં જરૂર છે?”
“આત્મા કદી મરતો નથી,” “આત્મા અવિનાશી છે.”
સમ્યગ્જ્ઞાનદીપિકાના આધારે ઉપરની વાત યાદ કરીને થોડીવારે ગુરુદેવે અંદરની
ગંભીરતાથી ઘણા વર્ષ પહેલાંના એક પ્રસંગનો ઉલ્લેખ કરીને કહ્યું? આ ભાઈ વગેરેની
અનુકૂળતા છે ને