: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૩૧ :
જૈન શાસન
(પંદરમી વખતના પંદરમી ગાથાના પ્રવચનમાંથી સ્વાનુભૂતિપ્રેરક પંદર બોલ)
(૧) પોતામાં કે પરમાં પરલક્ષી જ્ઞાનના ઉઘાડની જેને મહત્તા છે ને
સ્વાનુભૂતિની મહત્તા નથી તેને અનુભૂતિવાળા જ્ઞાનીનો સાચો મહિમા આવશે જ નહિ;
અનુભૂતિની મહત્તાની તેને ખબર જ નથી એટલે અનુભૂતિવંત જ્ઞાની ધર્માત્માને તે
ઓળખી શકશે નહિ, ને ઓળખ્યા વગર સાચો મહિમા ક્યાંથી આવે?
(૨) ભગવાનની વાણીમાં જે ચાર અનુયોગ આવ્યા તે બધાનો સાર શું? કે
શુદ્ધ આત્માની અનુભૂતિ તે બધાનો સાર છે, તે જ જિનશાસન છે, તે જ સર્વ શાસ્ત્રનો
સાર છે. આવી અનુભૂતિ વગર જૈનશાસનને જાણ્યું ન કહેવાય.
(૩) જૈનશાસન એટલે શું? જૈનશાસન એટલે જિનની શિખામણ; જિનની
શિખામણ એટલે વીતરાગની શિખામણ; વીતરાગની શિખામણ વીતરાગતાની જ હોય;
ને વીતરાગતા શુદ્ધ –આત્માના અનુભવથી જ થાય. માટે–
જેણે શુદ્ધાત્માની અનુભૂતિવડે વીતરાગભાવ પ્રગટ કર્યો તેણે જ વીતરાગી
જિનની શિખામણ માની; તેણે જ જૈનશાસનને જાણ્યું, ને તે જ સાચો જૈન થયો.
(૪) આખા જિનશાસનને એટલે કે જિનભગવાનના સર્વે ઉપદેશને તારે
જાણવો હોય તો તારા શુદ્ધઆત્માની અનુભૂતિ કર. શુદ્ધઆત્માની અનુભૂતિ તે જ
જિનશાસનનો સાર છે. આવી સ્વાનુભૂતિનો જેને મહિમા નથી ને બહારના જાણપણાનો
કે શુભરાગનો જેને મહિમા છે, –તેમાં જેને અધિકતા ભાસે છે, તેને અંતરમાં સ્વાનુભૂતિ
પામેલા ધર્માત્મા પ્રત્યે સાચું બહુમાન આવશે નહિ, એટલે તે પોતે જાણપણાની
અધિકતામાં અટકીને અંતરની સ્વાનુભૂતિ કરી શકશે નહિ.
(પ) બાર અંગનું જ્ઞાન સ્વાનુભૂતિવાળા જીવને જ થાય છે. શુદ્ધઆત્માની
અનુભૂતિથી સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર બાર અંગનું જ્ઞાન કોઈને થાય નહિ. પણ
સ્વાનુભૂતિવાળા જીવને માટે એવી કોઈ ટેક કે નિયમ નથી કે બાર અંગનું જ્ઞાન તેને
હોવું જ જોઈએ. સ્વાનુભૂતિની કોઈ અચિન્ત્ય વિશેષતા છે, તેમાં ઘણી ગંભીરતા છે.
(૬) આત્માના શુદ્ધસ્વભાવને અવલંબીને પ્રગટેલા શાંતિના વેદનરૂપ નિર્મળ
ભાવને આત્મા કહીએ છીએ. શુભાશુભભાવમાં આકુળતારૂપ દુઃખવેદન છે, તે
દુઃખવેદનને આત્મા કહેતા નથી, તે ‘અનાત્મા’ છે. આત્માના