: ૩૨ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
શાંત ભાવનું વેદન જેમાં થાય તે જ આત્મા છે. જેને વિપરીત કહ્યા, અચેતન કહ્યા ને
અનાત્મા કહ્યા–એવા શુભભાવ તે તો દુઃખ અને આસ્રવ છે, તેના વડે મોક્ષ કેમ સધાય?
અજ્ઞાની તેને ધર્મ કહે છે, અહીં આચાર્યદેવ કહે છે કે તે ‘અનાત્મા’ છે, દુઃખ છે.
(૭) અરે ભાઈ, જેમાં દુઃખનું વેદન એને તે આત્મા કોણ કહે? આત્માને જે
દુઃખ આપે તેને આત્માનું સ્વરૂપ કેમ કહેવાય? તેને જૈનધર્મ કેમ કહેવાય? જ્ઞાનસ્વરૂપ
આત્માની અનુભૂતિ તે જ આનંદરૂપ છે, તે જ જૈનધર્મ છે, તે જ આત્માનું સ્વરૂપ છે.
આવા આત્માની અનુભૂતિનો ઉપદેશ ભગવાને આપ્યો છે.
(૮) ભાઈ, ચૈતન્યનું આરામ–ધામ તો સ્વાનુભૂતિના શુદ્ધ ભાવમાં છે, રાગ
કાંઈ તારા આરામનું સ્થાન નથી, તે તો આકુળતાનું સ્થાન છે. જેમાં આત્માને આનંદ
ન આવે તે ભાવને આરામનું સ્થાન કોણ કહે? સ્વાનુભૂતિ વગર શુભભાવ કરીને
નવમી ગ્રવેયકે જનારને પણ આત્માની શાંતિનું જરાય વેદન ન થયું, એકલું દુઃખનું જ
વેદન થયું.
(૯) અરે, આત્માની સ્વાનુભૂતિનો સ્વાદ, અજ્ઞાનીએ કદી જાણ્યો નહિ.
આનંદમૂર્તિ આત્માનો જે વીતરાગીસ્વાદ, તે સ્વાનુભૂતિમાં પ્રગટે છે, ત્યાં તે
અનુભૂતિમાં આત્મા જ પ્રગટ્યો એમ કહ્યું; એનું નામ ‘સામાન્યનો આવિર્ભાવ’
કહેવાય; એને જૈનશાસન કહેવાય, એને સ્વાનુભૂતિ કહેવાય, એને આત્મસાક્ષાત્કાર
કહેવાય.
(૧૦) જેને પરસન્મુખપણે એકલા રાગનું વેદન છે તેને પરજ્ઞેયનું જ વેદન છે,
સ્વજ્ઞેયનું વેદન તેને નથી. સ્વજ્ઞેયના વેદનમાં તો શાંતિ હોય, પરસન્મુખ જોઈને જે
લાભ માને છે તે પર જ્ઞેયમાં જ આસક્ત રહે છે, તે સ્વજ્ઞેય તરફ વળતો નથી એટલે
સ્વજ્ઞેયની શાંતિનું વેદન તેને થતું નથી; તે પરજ્ઞેયના સ્વાદમાં જ એકાકારપણે આસક્ત
છે. સ્વજ્ઞેયનો જે અતીન્દ્રિય આનંદરૂપ સ્વાદ, તે તેના અનુભવમાં આવતો નથી.
(એટલે તેને ‘સામાન્યનો તિરોભાવ’ કહેવાય છે.)
(૧૧) દેવ–શાસ્ત્ર ને ગુરુ શું કહે છે? તેમની આજ્ઞા શું છે? કે પર તરફના જે
અભૂતાર્થભાવો તેનાથી પરાંઙમુખ થઈને, તારા ભૂતાર્થ શુદ્ધ સ્વભાવની સન્મુખ થા, ને
તેનો અનુભવ કર. આવી આજ્ઞાને જે જાણે નહિ, માને નહિ, ને પરસન્મુખતાથી લાભ
માને તો તેણે વીતરાગી દેવ–શાસ્ત્ર–ગુરુની આજ્ઞાને જાણી નથી, દેવ–ગુરુ–શાસ્ત્રનો
ખરોભક્ત તે થયો નથી. તારે દેવ–ગુરુ–શાસ્ત્રની આજ્ઞા માનવી હોય ને તેમનો સાચો
ભક્ત થવું હોય તો સ્વસન્મુખ થઈને આત્માની અનુભૂતિ કર. સ્વજ્ઞેયના વેદનમાં
આનંદનો સ્વાદ છે. એ જૈનશાસન છે, એ જિનઆજ્ઞા છે.
(૧૨) રાગથી જુદા એકલા જ્ઞાનનો સ્વાદ કેવો છે તેને અજ્ઞાની જાણતો નથી
કેમકે પરજ્ઞેયને જાણતાં તે તે વખતના રાગમાં જ એકાકાર થઈને અનુભવે છે. અજ્ઞાની
લક્ષનો દોર એકલા પરમાં રાખીને જ્ઞાનને