Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 45

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૩૩ :
ખંડખંડરૂપ, રાગ સાથે ભેળસેળવાળું જ અનુભવે છે; લક્ષને સ્વમાં મૂકે તો એકલા
જ્ઞાન–આકારરૂપ આનંદનો સ્વાદ આવે. જ્ઞાની તો જ્ઞાનના ભિન્ન સ્વાદને જ દેખે છે.
(૧૩) જ્ઞાનસૂર્યનો જે વ્યક્ત અંશ છે, તે અંશની એકતા અંશી એવા સ્વદ્રવ્ય
સાથે ન માનતાં, અજ્ઞાની પરજ્ઞેયો સાથે એકતા માનીને જ્ઞેયોમાં લુબ્ધ થાય છે,
પરસન્મુખ જ રહીને જ્ઞાનને ખંડખંડરૂપ કરી નાંખે છે ને રાગ સાથે ભેળવીને
આકુળતાના જ સ્વાદને વેદે છે. જ્ઞાની તો પરજ્ઞેયોથી જ્ઞાનને ભિન્ન કરીને, સામાન્ય
સાથે વિશેષની એકતા કરતો થકો જ્ઞાનની અનુભૂતિમાં આનંદનો સ્વાદ લ્યે છે.
(૧૪) જૈનશાસન તો તેને કહેવાય કે જેમાં આનંદનું આસ્વાદન હોય; જેમાં
આકુળતા હોય તેને જૈનશાસન કેમ કહેવાય? રાગમાં તો આકુળતાનો સ્વાદ છે, દુઃખ
છે, તે ખરેખર જિનશાસન નથી. રાગની અનુભૂતિ તે ખરેખર આત્માની અનુભૂતિ
નથી, તે જિનશાસનની અનુભૂતિ નથી, તે ભગવાનનો ઉપદેશ નથી. સ્વસન્મુખ થઈને
પર્યાય અંતરમાં અભેદ થતાં, સર્વે પરદ્રવ્યોથી ને પરભાવોથી ભિન્ન એકરૂપ શુદ્ધ
આત્માની જે અનુભૂતિ છે તે આનંદના સ્વાદથી ભરેલી છે; તે અનુભૂતિ જ જૈન શાસન
છે, તે જ સાચો આત્મા છે ને તે જ જિનદેવનો ઉપદેશ છે. ચોથા ગુણસ્થાનથી આવી
અનુભૂતિ શરૂ થાય છે.
(૧પ) જ્ઞાન તે આત્મા છે, ને આત્મા તે જ્ઞાન છે–એમ તેમની એકતા છે; પણ
રાગ તે જ્ઞાન નથી, ને જ્ઞાન તે રાગ નથી–એમ તેમની ભિન્નતા છે.–આવી જ્ઞાન સાથે
એકતા ને રાગથી ભિન્નતાના ભાન વડે જ્ઞાની જ્ઞાનનો જ સ્વાદ લ્યે છે. જ્ઞાનના
સ્વાદમાં આકુળતાનો અભાવ છે ને પરમ શાંતિનું વેદન છે. શુદ્ધનયવડે જે આવું વેદન
થયું–તેમાં જિનશાસન સમાય છે; તે મોક્ષમાર્ગ છે, તે ધર્મ છે.
તારી સગવડ ખાતર બીજાના પ્રાણ હણીશ મા.
તારા દોષ ઢાંકવા બીજા પર દોષ ઢોળીશ મા.
તારો આત્મા સાધવા બીજાની મદદ માગીશ મા.