: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૫ :
તે ઉત્તમ તપ છે. ધર્માત્મા પોતાના ચૈતન્યના પરમ આનંદને સાધવામાં મશગુલ હોય
ત્યાં આલોકના કે પરલોકના ભોગોની વાંછા તેને હોતી નથી, તથા શત્રુ–મિત્રમાં
સમભાવ છે, અનુકૂળતા પ્રતિકૂળતામાં સમભાવ, સોનું કે તરણું તેમાં સમભાવ નિંદા
પ્રશંસામાં તેમજ જીવન–મરણમાં પણ સમભાવ કરીને, રાગદ્વેષ રહિત ઉપયોગને
નિજસ્વરૂપમાં થંભાવે તે મુનિને ઉત્તમ તપ છે. આવા તપવડે આનંદની વૃદ્ધિ થાય છે ને
વિભાવપરિણતિના સંસ્કાર છૂટે છે. આ રીતે ઉપયોગને શુદ્ધ કરીને સ્વરૂપમાં થંભાવે છે,
અત્યંત બળપૂર્વક ઉપયોગને લીન કરે છે, તે પરમ તપધર્મ છે.
ભેદ અપેક્ષાએ તેના બાર પ્રકાર છે. પણ તે બધામાં આવી ઉપયોગની શુદ્ધિ સાથે હોય
તો જ સાચો તપ કહેવાય. મુનિવરો આવા તપની આરાધનાવડે પોતાના આત્માને શુદ્ધ કરે છે.
(૮) ઉત્તમ ત્યાગધર્મનું સ્વરૂપ
આજે દશલક્ષણપર્વમાંઆઠમો દિવસ ઉત્તમ ત્યાગધર્મનો છે. ત્યાગ એટલે
મમત્વનો અભાવ, જ્ઞાનદર્શનમય પોતાનો શુદ્ધઆત્મા, એના સિવાય સમસ્ત અન્ય
ભાવોને પોતાથી ભિન્ન જાણીને છોડવા તે ઉત્તમ ત્યાગધર્મ છે. જ્યાં રાગાદિમાં મમત્વ
હોય, રાગથી ધર્મ થવાથી બુદ્ધિ હોય, પુણ્યના ફળમાં મીઠાસ હોય, ત્યાં ત્યાગધર્મ હોતો
નથી. અંતરમાં શુદ્ધાત્માના અનુભવને લીધે સંસારથી, શરીરથી ને ભોગોથી જે અત્યંત
વિરક્ત છે, અને તે સંબંધી રાગ–દ્વેષ જેને થતા નથી, તેના નિર્મળ પરિણામને ત્યાગધર્મ
કહે છે. ચૈતન્યમાં લીનતા વગર ભોગથી વિરક્તિ થાય નહિ. જ્ઞાન વિના ત્યાગ નહિ.
મુનિઓને મિષ્ટ આહારનું કે પીંછી–કમંડળનું કે સ્થાન વગેરેનું મમત્વ હોતું નથી. જ્યાં
દેહનું જ મમત્વ નથી ત્યાં બીજાની શી વાત! સમસ્ત બાહ્ય ભાવોથી વિરક્ત થઈને
પરિણતિ અંતરસ્વરૂપમાં વળી ગઈ છે. પરભાવથી પાછો વળીને નિજસ્વભાવમાં એકાગ્ર
થયો, તેમાં બધા પ્રકારનો ત્યાગ સમાઈ ગયો. આત્માનો સ્વભાવ જ્ઞાન–દર્શન–આનંદથી
પરિપૂર્ણ છે, ને સર્વત્ર મમત્વ વગરનો છે,–આવા સ્વભાવના અનુભવના બળે રાગ–
દ્વેષ–મોહરૂપ મમત્વ પરિણામ છૂટી ગયા, તે જ ઉત્તમ ત્યાગધર્મ છે. અહો, આવા ત્યાગ
ધર્મવંત સંત, તેના ચરણમાં નમસ્કાર છે.
પોતાના આત્માનું સુખ જેણે દેખ્યું હોય ને પરમાં સુખબુદ્ધિ જેને છૂટી ગઈ હોય
તેને જ ત્યાગધર્મની આરાધના હોય છે. પરમાં ને રાગમાં જે સુખ માને તે તેનો ત્યાગ કેમ
કરે? એને તો પરભાવના ગ્રહણરૂપ મિથ્યાત્વનું સેવન છે. પહેલાં તો સમ્યગ્દર્શનની
આરાધનાવડે મિથ્યાત્વનો ત્યાગ કરે, પછી ચારિત્રદશા પ્રગટ કરતાં રાગ–દ્વેષનો પણ ત્યાગ
થાય તે વસ્ત્રાદિ બહિરંગ પરિગ્રહ પણ છૂટી જાય.–આ રીતે ઉત્તમ ત્યાગધર્મ હોય છે.
(૯) ઉત્તમ આકિંચન્યધર્મનું સ્વરૂપ
‘અકિંચન’ એટલે કંઈ પણ મારું નથી’ એવી ભાવનારૂપ પરિણતિ.
જ્ઞાનદર્શનમય શુદ્ધઆત્મા એક જ મારો છે ને બીજું કાંઈ મારું