Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 37

background image
: ૧૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
(લેખાંક ૪૩) (અંક ૨૭૭ થી ચાલુ)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર
પૂજ્યશ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક
પ્રવચનોનો સાર.
દેહમાં આત્મબુદ્ધિથી જીવ પોતાને ભવસમુદ્રમાં રખડાવે છે, ને દેહથી ભિન્ન
ચિદાનંદ– સ્વરૂપ આત્માને જાણીને આત્મામાં જ આત્મબુદ્ધિ વડે જીવ પોતાને મોક્ષમાં
લઈ જાય છે. આ રીતે આત્મા પોતે જ પોતાના બંધ–મોક્ષનો કર્તા છે. એટલે હિતમાર્ગમાં
લઈ જવા માટે નિશ્ચયથી પોતે જ પોતાનો ગુરુ છે એ વાત ૭પ મી ગાથામાં બતાવી.
હવે, દેહાદિથી ભિન્ન આત્માને જે જાણતો નથી, ને દેહને જ આત્મા માનીને
તેમાં આત્મબુદ્ધિથી વર્તે છે તેને મરણ પ્રસંગે શું થાય છે તે કહે છે–
द्रढात्मबुद्धिर्देहादावुत्पश्यन्नाशमात्मनः।
मित्रादिभिर्वियोगं च विभेति मरणाद्भृशम् ।।७६।।
જેને દ્રઢપણે દેહમાં જ આત્મબુદ્ધિ છે, દેહ તે જ હું એમ માન્યું છે તે જીવ દેહ
છૂટવાનો પ્રસંગ આવતાં પોતાનું મરણ માનીને મરણથી ભયભીત થાય છે, ને
મિત્રાદિનો વિયોગ દેખીને ભયભીત થાય છે.
જુઓ, એકવાર તો બધાયને આ દેહના વિયોગનો પ્રસંગ આવેશ જ. આ દેહ
છૂટો છે તે છૂટો પડશે, તે કાંઈ આત્મા નથી. જેણે દેહથી ભિન્ન આત્મતત્ત્વને લક્ષમાં
લીધું નથી તે દેહના વિયોગે આત્માનું મરણ માને છે એટલે તે અશરણપણે મરે છે.
જ્ઞાની તો આત્માને દેહથી ભિન્ન જાણે છે, દેહને પહેલેથી જુદો જ જાણ્યો છે,
ધ્રુવચૈતન્યની દ્રષ્ટિમાં તેને મરણનો ભય નથી. જ્ઞાની જાણે છે કે આ જડ શરીર મારું
નથી, મારું તો જ્ઞાનશરીર છે, તે જ્ઞાનશરીરનો મને કદી વિયોગ થતો નથી માટે મારું
મરણ નથી.